તેના પિતા મુક્તસર જિલ્લાની એક સરકારી સ્કૂલના પ્રિન્સિપાલ છે અને ભૌતિકશાસ્ત્ર ભણાવે છે.
ડૉ. નવદીપ સિંહ
૨૦૧૭માં NEET (નૅશનલ એલિજિબિલિટી એન્ટ્રન્સ ટેસ્ટ) પરીક્ષામાં પ્રથમ ક્રમાંકે આવેલા અને હાલમાં દિલ્હીની મૌલાના આઝાદ મેડિકલ કૉલેજમાં MD (ડૉક્ટર ઑફ મેડિસિન)ના બીજા વર્ષમાં અભ્યાસ કરી રહેલા ૨૫ વર્ષના ડૉ. નવદીપ સિંહે આત્મહત્યા કરતાં પંજાબના મુક્તસર જિલ્લામાં શોકની લાગણી પ્રસરી છે. NEET પરીક્ષામાં તે ઑલ ઇન્ડિયા રૅન્કમાં પહેલા ક્રમાંકે આવ્યો ત્યારે ૨૦૧૭ના જૂન મહિનામાં તે અખબારોની હેડલાઇનમાં છવાઈ ગયો હતો. એ સમયે લોકો મુક્તસર વિશે જાણતા થયા હતા. પરીક્ષામાં તેની સફળતાથી અંજાઈને લોકો તેને આદર્શ માનતા હતા અને તેનામાંથી પ્રેરણા લેતા હતા. દિલ્હીની જે કૉલેજમાં તે ભણતો હતો એનું ફી-સ્ટ્રક્ચર પ્રમાણમાં ઓછું હોવાથી તેણે બારમા ધોરણમાં પાસ થયા બાદ આ કૉલેજમાં ઍડ્મિશન લેવાનો ઇરાદો જાહેર કર્યો હતો. રવિવારે સવારે તેની રૂમમાંથી તેનો મૃતદેહ મળ્યો હતો.
તેના પિતા મુક્તસર જિલ્લાની એક સરકારી સ્કૂલના પ્રિન્સિપાલ છે અને ભૌતિકશાસ્ત્ર ભણાવે છે. શનિવારે સવારે પણ પિતા-પુત્ર વચ્ચે વાતચીત થઈ હતી અને તેના પર કોઈ પ્રેશર જણાતું નહોતું. તેણે આવું શા માટે કર્યું એ પરિવારજનોના સમજમાં નથી આવી રહ્યું.

