ગોમાંસ ખાવા અને નમાજ પઢવા મજબૂર કરવામાં આવી, બળાત્કાર અને છેડતી સહિતના ૯ ગુના દાખલ, ૬ની ધરપકડ
પ્રતીકાત્મક તસવીર
નાશિકમાં અશોક ખરાતનું પ્રકરણ તાજું જ છે એવામાં એક પ્રતિષ્ઠિત મલ્ટિ નૅશનલ કંપની (MNC)માં મહિલાઓના જાતીય શોષણની ચોંકાવનારી ઘટના સામે આવતાં સમગ્ર નાશિકમાં સનસનાટી મચી ગઈ છે. મુંબઈ નાકા પોલીસ-સ્ટેશનમાં આ મામલે બળાત્કાર, છેડતી અને ધાર્મિક લાગણી દુભાવવા સહિત કુલ ૯ ગુના દાખલ કરવામાં આવ્યા છે. પોલીસે આ કેસમાં અત્યાર સુધીમાં ૬ આરોપીઓની ધરપકડ કરી છે.
આ બનાવની ગંભીરતાને ધ્યાનમાં લેતાં નાશિક પોલીસ-કમિશનરે તાત્કાલિક ધોરણે સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)ની રચના કરી છે. પોલીસે આપેલી માહિતી મુજબ ૨૦૨૨થી આ કંપનીમાં કામ કરતી ૧૮થી ૨૫ વર્ષની મહિલાઓને ગાયનું માંસ ખાવા આને નમાજ પઢવા માટે દબાણ કરવામાં આવતું હતું. માનસિક અને શારીરિક ત્રાસ આપવા ઉપરાંત તેમણે ધર્માંતરણ કરવા માટે પણ ખૂબ દબાણ કર્યું હતું.
ADVERTISEMENT
પોલીસે ખાતરી આપી છે કે ફરિયાદ કરનાર મહિલાઓની ઓળખ સંપૂર્ણપણે ગુપ્ત રાખવામાં આવશે આને આખા રૅકેટમાં સામેલ આરોપીઓને ટૂંક સમયમાં જ પકડવામાં આવશે.
