આ મંદિરની બાજુમાં રામ-લક્ષ્મણનું મંદિર બનાવવામાં આવશે, જ્યારે મંદિરની અંદર વિવિધ સ્વરૂપના હનુમાનની મૂર્તિઓનું સર્જન કરવામાં આવશે
ચેમ્બુરના તિલકનગરના સહ્યાદ્રિ મેદાનમાં પ્રસિદ્ધ સહ્યાદ્રિ ક્રીડા મંડળ દ્વારા ચાલી રહેલી ગણેશોત્સવની તૈયારી.
ચેમ્બુરના તિલકનગરના સહ્યાદ્રિ મેદાનમાં પ્રસિદ્ધ સહ્યાદ્રિ ક્રીડા મંડળ ૪૭ વર્ષથી અલગ-અલગ કન્સેપ્ટ અને થીમ પર ગણેશોત્સવની ઉજવણી કરે છે જેને જોવા અને દર્શન કરવા શહેર અને ઉપનગરોમાંથી હજારો લોકો આવે છે. આ વર્ષે પણ આ મંડળના પદાધિકારીઓએ એક નવી થીમ સાથે ગણેશોત્સવની ઉજવણી કરવાની તૈયારી શરૂ કરી દીધી છે. આ વખતે ગણેશોત્સવમાં સાડાછ ફુટના ગણેશજીને સંકટમોચન હનુમાન મંદિરમાં સ્થાપવામાં આવશે. જોકે આ મંદિર મુંબઈના કે દેશના કોઈ પણ અન્ય મંદિરની પ્રતિકૃતિ સમાન નહીં હોય. એ મંદિરની બાજુમાં રામ-લક્ષ્મણનું મંદિર બનાવવામાં આવશે, જ્યારે મંદિરની અંદર વિવિધ સ્વરૂપના હનુમાનની મૂર્તિઓનું સર્જન કરવામાં આવશે. આ મંડળની અન્ય વિશેષતા એ છે કે આ મંડળ દ્વારા ગણેશોત્સવ દરમ્યાન પ્રદૂષણ અને પર્યાવરણને ધ્યાનમાં રાખીને ગુલાલ અને ફટાકડાનો ઉપયોગ કરવામાં આવતો નથી.

