આતંકવાદી સંગઠનોને સરહદી ચોકીઓ પર પાકિસ્તાની સેના સાથે કામ કરવા કહેવામાં આવ્યું છે. પાકિસ્તાની સેના આતંકવાદી જૂથોને કવર-ફાયર પણ આપશે એવી શક્યતા છે.
પાકિસ્તાનના ઝેલમ જિલ્લામાં આવેલી ટિલ્લા ફીલ્ડ ફાયરિંગ રેન્જમાં ગઈ કાલે પાકિસ્તાની આર્મીએ મિલિટરી એક્સરસાઇઝ કરી હતી અને આર્મી ચીફ અસીમ મુનિર (ટૅન્ક પર ડાબેથી બીજા) આ કવાયત જોવા આવ્યા હતા. તેમણે સૈનિકોને પાનો ચડાવીને કોઈ પણ સ્થિતિ માટે સાબદા રહેવાની હાકલ કરી હતી.
પહલગામ આતંકવાદી હુમલા બાદ ભારત જવાબી કાર્યવાહી માટે સંપૂર્ણ તૈયારીમાં છે જેને લઈને પાકિસ્તાની સેના હાઈ અલર્ટ પર છે. આ વચ્ચે આતંકવાદી સંગઠનોને સરહદી ચોકીઓ પર પાકિસ્તાની સેના સાથે કામ કરવા કહેવામાં આવ્યું છે. પાકિસ્તાની સેના આતંકવાદી જૂથોને કવર-ફાયર પણ આપશે એવી શક્યતા છે.


