દીપક શિંદે મહાબળેશ્વર પહોંચ્યો ત્યારે તેની કાર પલટી ખાઈ ગઈ હતી. સ્થાનિક પોલીસ અને લોકોએ તેને કાચ ફોડીને બહાર કાઢ્યો હતો
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
સાંતાક્રુઝના વાકોલામાં રહેતા અને મનીલેન્ડર (સરાફ)નું કામ કરતા ૪૦ વર્ષના દીપક શિંદેનું અકસ્માતમાં મૃત્યુ થયું હતું. તે સાતારા જિલ્લાના વાઈ ખાતે એક સંબંધીનું મૃત્યુ થતાં તેની ઉત્તરક્રિયામાં હાજરી આપીને પાછો ફરી રહ્યો હતો ત્યારે અકસ્માત થયો હતો.
દીપક શિંદે મહાબળેશ્વર પહોંચ્યો ત્યારે તેની કાર પલટી ખાઈ ગઈ હતી. સ્થાનિક પોલીસ અને લોકોએ તેને કાચ ફોડીને બહાર કાઢ્યો હતો. જોકે એ દરમ્યાન કારમાં આગ લાગતાં તે ગંભીર રીતે દાઝી ગયો હતો. તેને એ પછી પુણેની હૉસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમ્યાન તેનું મૃત્યુ થયું હતું.


