Chhaya Kadam in legal trouble: ‘લાપતા લેડીઝ’ની અભિનેત્રી છાયા કદમ મોનિટર ગરોળી અને ઉંદર હરણ જેવી સંરક્ષિત પ્રજાતિઓનું માંસ ખાવાની કબૂલાત કર્યા બાદ કાનૂની મુશ્કેલીમાં ફસાઈ; વન અધિકારીઓએ તપાસ શરૂ કરી
છાયા કદમની ફાઇલ તસવીર
આમિર ખાન ફિલ્મ્સ (Aamir Khan Films)ની ફિલ્મ `લાપતા લેડીઝ` (Laapataa Ladies)માં મહત્વની ભૂમિકા ભજવનાર અભિનેત્રી છાયા કદમ (Chhaya Kadam) એક નિવેદન (Chhaya Kadam in legal trouble) આપ્યા બાદ ભારે મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે. તેમનું નિવેદન જંગલી પ્રાણીઓ વિશે હતું, જેના કારણે તેને કાનૂની મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
અભિનેત્રી છાયા કદમ ઘણા સમયથી હેડલાઇન્સમાં છવાયેલી છે, પરંતુ એવું લાગે છે કે `લાપતા લેડીઝ` સ્ટાર હવે ઉંદર હરણ, સસલા, જંગલી ડુક્કર, મોનિટર ગરોળી અને શાહુડી સહિત સંરક્ષિત જંગલી પ્રજાતિઓનું માંસ ચાખવાનો દાવો કરીને ચર્ચામાં આવી રહી છે. હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે, કદમને કાનૂની કાર્યવાહીનો સામનો કરવો પડશે, કારણ કે વન વિભાગ તપાસ શરૂ કરવાની તૈયારી કરી રહ્યું છે.
ADVERTISEMENT
મુંબઈ (Mumbai) સ્થિત NGO પ્લાન્ટ એન્ડ એનિમલ વેલ્ફેર સોસાયટી (Plant and Animal Welfare Society - PAWS) એ અભિનેત્રી વિરુદ્ધ થાણે (Thane)ના મુખ્ય વન સંરક્ષક અને વિભાગીય વન અધિકારી (Chief Forest Conservator and Divisional Forest Officer)ને પત્ર મોકલીને છાયા કદમના તાજેતરના ઇન્ટરવ્યુ પર ચિંતા વ્યક્ત કરી છે. આ ઇન્ટરવ્યુમાં છાયા કદમે સ્વીકાર્યું હતું કે, તે સંરક્ષિત જંગલી પ્રાણીઓનું માંસ ખાય છે. આ સંદર્ભમાં, NGOએ અભિનેત્રી અને જંગલી પ્રાણીઓના શિકાર અને ખાવામાં સામેલ અન્ય લોકો સામે કાનૂની કાર્યવાહીની માંગ કરી છે.
વિભાગીય વન અધિકારી (વિજિલન્સ) રોશન રાઠોડે પુષ્ટિ આપી છે કે, છાયા કદમ વિરુદ્ધ ફરિયાદ મળી છે. તેમણે એક નિવેદનમાં કહ્યું, ‘અમને એક ફરિયાદ મળી છે, જે અમે તપાસ માટે મુખ્ય વન સંરક્ષક અને નાયબ વન સંરક્ષકને મોકલી છે. અભિનેત્રીને પૂછપરછ માટે બોલાવવામાં આવશે.’
NGO PAWS ની ટીમે ફરિયાદમાં લખ્યું છે કે, ‘અમારી ટીમને અભિનેત્રી છાયા કદમનો એક ઇન્ટરવ્યુ મળ્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે તે હરણ, સસલું, જંગલી ડુક્કર, મોનિટર ગરોળી અને શાહુડી વગેરે જેવા સંરક્ષિત જંગલી પ્રાણીઓનું માંસ ખાય છે. તેણીએ આ ઇન્ટરવ્યુ એક રેડિયોને આપ્યો હતો, જે યુટ્યુબ પર પોસ્ટ કરવામાં આવ્યો હતો. આનાથી જનતાને ખોટો સંદેશ મળે છે અને વન્યજીવન સંરક્ષણ અધિનિયમ 1972ની ઘણી કલમો હેઠળ તે કાનૂની ગુનો છે. અમે જૈવિક વિવિધતા અધિનિયમ 2002ની સંબંધિત કલમો લાગુ કરવાની પણ અપીલ કરીએ છીએ. ઇન્ટરવ્યુને ગુનાહિત કબૂલાત તરીકે ગણવો જોઈએ. અમે તેના અને ગેરકાયદેસર શિકાર અને જંગલી પ્રાણીઓના ખાવામાં સામેલ અન્ય લોકો સામે તપાસ કરવા અને કાનૂની પગલાં લેવા વિનંતી કરીએ છીએ.’
આંતરરાષ્ટ્રીય પ્રાણી સંરક્ષણ સંગઠન (International Organisation for Animal Protection - OIPA), AMMA કેર ફાઉન્ડેશન (ACF) અને PAWS-મુંબઈના માનદ વન્યજીવન વોર્ડન અને સ્થાપક સુનિશ સુબ્રમણ્યમ કુંજુએ આ ફરિયાદ નોંધાવી છે. તેમણે કહ્યું, ‘આઘાતજનક છે કે એક પબ્લિક ફિગર વ્યક્તિ ખુલ્લેઆમ જંગલી પ્રાણીઓનું માંસ ખાવાનું સ્વીકારી રહી છે. એક તરફ અમે વન્યજીવન સંરક્ષણ અંગે જાગૃતિ ફેલાવવા માટે સખત મહેનત કરી રહ્યા છીએ અને બીજી તરફ કેટલાક લોકો ખુલ્લેઆમ કાયદાનો ભંગ કરી રહ્યા છે. વન વિભાગે તપાસ કરવી જોઈએ કે તેઓ આ માંસ ક્યાંથી મેળવે છે અને ગેરકાયદેસર શિકારમાં સામેલ તમામ લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ.’
નોંધનીય છે કે, છાયા કદમ ઘણા સમયથી તેના વ્યાવસાયિક કાર્યને કારણે હેડલાઇન્સમાં છે. તેની ફિલ્મ ટઓલ વી ઇમેજિન એઝ લાઇટ’ (All We Imagine As Light) કાન્સ 2024માં ગ્રાન્ડ પ્રિકસ (Grand Prix) જીત્યો હતો. `લાપતા લેડીઝ`ને ભારતનું પ્રતિનિધિત્વ કરવા માટે ઓસ્કાર (Oscars)માં મોકલવામાં આવી હતી. આ દરમિયાન, તેની ત્રીજી ફિલ્મ મડગાંવ એક્સપ્રેસ (Madgaon Expres)માં તેના કૉમેડી ટાઇમિંગે દર્શકોને મંત્રમુગ્ધ કર્યા હતા.


