Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ત્રીજા તબક્કામાં ૧૧ રાજ્યોની ૯૩ બેઠકો પર આશરે ૬૪ ટકા મતદાન

ત્રીજા તબક્કામાં ૧૧ રાજ્યોની ૯૩ બેઠકો પર આશરે ૬૪ ટકા મતદાન

08 May, 2024 08:16 AM IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આસામમાં સૌથી વધારે ૭૭.૧૫ ટકા અને ઉત્તર પ્રદેશમાં સૌથી ઓછું ૫૭.૩૪ ટકા વોટિંગ

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કામાં ગઈ કાલે ૧૦ રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશની કુલ ૯૩ બેઠકો પર સરેરાશ ૬૩.૬૬ ટકા મતદાન નોંધાયું હતું. સવારે ૭ વાગ્યે શરૂ થયેલું મતદાન સાંજે ૬ વાગ્યે પૂરું થયું હતું. મોટા ભાગે મતદાન શાંતિપૂર્ણ રહ્યું હતું, માત્ર પશ્ચિમ બંગાળમાં હિંસાની થોડી ઘટનાઓ બની હતી. ચૂંટણીપંચના પ્રોવિઝનલ આંકડા મુજબ આશરે ૬૩.૬૬ ટકા મતદારોએ મતદાન કર્યું હતું અને એમાં સૌથી વધારે ૭૭.૧૫ ટકા મતદાન આસામમાં નોંધાયું હતું. ઉત્તર પ્રદેશમાં સૌથી ઓછું ૫૭.૩૪ ટકા મતદાન નોંધાયું હતું. ત્રીજા તબક્કામાં આસામમાં ૪, બિહારમાં પાંચ, છત્તીસગઢમાં ૭, ગોવામાં બે, ગુજરાતમાં ૨૫, કર્ણાટકમાં ૧૪, મધ્ય પ્રદેશમાં ૮, મહારાષ્ટ્રમાં ૧૧, ઉત્તર પ્રદેશમાં ૧૦, પશ્ચિમ બંગાળમાં ૪ તથા દાદરા અને નગર હવેલી તેમ જ દમણ અને દીવમાં બે બેઠકો પર મતદાન થયું હતું.

૨૦૧૯માં થયેલી ચૂંટણીમાં BJPએ ૯૪ પૈકી ૭૨ બેઠકો પર જીત મેળવી હતી. કૉન્ગ્રેસ અને શિવસેના (અનડિવાઇડેડ)ને ૪-૪ બેઠકો મળી હતી. જનતા દળ યુનાઇટેડને ૩, સમાજવાદી અને તૃણમૂલ કૉન્ગ્રેસને બે-બે તથા લોક જનશક્તિ પાર્ટીને એક બેઠક મળી હતી. બે બેઠકો અપક્ષોના ફાળે ગઈ હતી. પશ્ચિમ બંગાળમાં જાંગીપુરમાં BJPના ઉમેદવાર ધનંજય ઘોષ અને તૃણમૂલ કૉન્ગ્રેસના કાર્યકરો વચ્ચે મારામારી થઈ હતી. ઉત્તર માલદા મતવિસ્તારમાં રતુઆના મતદાન-કેન્દ્ર પર અજાણ્યા માણસે ક્રૂડ બૉમ્બ ફેંક્યો હતો. કોઈને ઈજા થઈ નહોતી. મુર્શિદાબાદમાં BJPના ઉમેદવાર અને તૃણમૂલ કૉન્ગ્રેસના સમર્થકો વચ્ચે ઝઘડો થયો હતો. 



ઉત્તર પ્રદેશના સંભલમાં પોલીસે ભીડને વિખેરવા માટે કરેલા લાઠીચાર્જમાં અનેક લોકો ઘાયલ થયા હતા. બિહારમાં મતદાન વખતે પીઠાસીન અધિકારી અને એક હોમગાર્ડના જવાનનું મૃત્યુ થયું હતું. છત્તીસગઢના જશપુરમાં મતદાન કરવા પહોંચેલા એક વૃદ્ધનું પણ મૃત્યુ થયું હતું. ગુજરાત કૉન્ગ્રેસના ચીફ શક્તિસિંહ ગોહિલે આરોપ લગાવ્યો હતો કે ગાંધીનગરમાં મતદાન-બૂથની બહાર મતદારોને BJPના ચૂંટણી ચિહ્‍ન કમળનું નિશાન ધરાવતી પેનની વહેંચણી કરવામાં આવી હતી


Whatsapp-channel Whatsapp-channel

08 May, 2024 08:16 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK