બંને નેતાઓ આવતાની સાથે જ કાર્યકરો બેકાબૂ બની ગયા હતા અને નેતાઓના મંચ સુધી પહોંચી ગયા હતા. હંગામો એટલો જોરદાર હતો કે રાહુલ ગાંધી અને અખિલેશ યાદવ કોઈ ભાષણ આપ્યા વિના જ સ્થળ પરથી નીકળી ગયા હતા
રાહુલ ગાંધી અને અખિલેશ યાદવ
Ruckus in Rahul Gandhi and Akhilesh Yadav Rally: ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં I.N.D.I.A ગઠબંધનની એક જાહેર સભા યોજાવાની હતી, જેમાં કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને સપા અધ્યક્ષ અખિલેશ યાદવ હાજરી આપવાના હતા, પરંતુ બેઠકમાં ભારે હોબાળો થતાં આ બેઠક થઈ શકી ન હતી. આ દરમિયાન ભીડ કાબૂ બહાર ગઈ હતી. ટોળાએ સ્ટેજની આસપાસ લગાવેલા બેરિકેડ્સને તોડી નાખ્યા હતા. આ દરમિયાન રેલી સ્થળ પર નાસભાગ જેવો માહોલ જોવા મળ્યો હતો.
બંને નેતાઓ આવતાની સાથે જ કાર્યકરો બેકાબૂ બની ગયા હતા અને નેતાઓના મંચ સુધી પહોંચી ગયા હતા. હંગામો એટલો જોરદાર હતો કે રાહુલ ગાંધી અને અખિલેશ યાદવ કોઈ ભાષણ આપ્યા વિના જ સ્થળ પરથી નીકળી ગયા હતા. ફુલપુર લોકસભા સીટ પર રાહુલ અને અખિલેશની સંયુક્ત જાહેર સભા યોજાવાની હતી. હંગામામાં ઘણા લોકો ઘાયલ પણ થયા હતા. આ સાથે મીડિયા કર્મચારીઓના કેમેરા સ્ટેન્ડ પણ તોડી નાખવામાં આવ્યા હતા. અગાઉ, રાંચીમાં પણ I.N.D.I.A. બ્લોકની બેઠકમાં હંગામો થયો હતો, જેમાં બે જૂથના કાર્યકરો એકબીજા સાથે અથડાયા હતા અને ઉગ્ર ઝપાઝપી થઈ હતી.
ADVERTISEMENT
અમિત શાહે પ્રયાગરાજમાં I.N.D.I.A ગઠબંધન પર નિશાન સાધ્યું
તે જ સમયે, રવિવારે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે પણ પ્રયાગરાજમાં એક રેલીને સંબોધિત કરી હતી. આ દરમિયાન તેમણે કહ્યું કે જે લોકોને દેશમાં મજબૂત વડાપ્રધાન જોઈએ છે, તેમણે કમળનું બટન દબાવીને પીએમ મોદીના હાથ મજબૂત કરવા જોઈએ. પ્રયાગરાજના સોરાઉનમાં એક જાહેર સભાને સંબોધતા અમિત શાહે કહ્યું કે I.N.D.I.A ગઠબંધન પાસે વડાપ્રધાન પદ માટે કોઈ ઉમેદવાર નથી. તેઓ પાંચ વર્ષમાં પાંચ વડાપ્રધાનો સાથે પ્રયોગ કરવાની તૈયારી કરી રહ્યા છે.
`પુત્રોને વડાપ્રધાન બનાવવાની રેસ ચાલી રહી છે`
તેમણે કહ્યું કે, “શું તમે આવા લોકોને વોટ કરશો? સોનિયા ગાંધી ઈચ્છે છે કે તેમનો પુત્ર વડાપ્રધાન બને અને લાલુ પ્રસાદ યાદવ ઈચ્છે છે કે તેમનો પુત્ર મુખ્યપ્રધાન બને, આ જ તેમના જીવનનો એક માત્ર ઉદ્દેશ્ય છે. અમિત શાહે વધુમાં કહ્યું કે જો ભારત ગઠબંધન સત્તામાં આવશે તો તેઓ ફરી એકવાર કલમ 370 પુનઃસ્થાપિત કરશે. ટ્રિપલ તલાક અને CAA રદ કરશે.”
ગૃહમંત્રીએ કહ્યું કે, “કૉંગ્રેસ અને સપાએ 70 વર્ષ સુધી રામ મંદિરનું નિર્માણ ન થવા દીધું અને કાર સેવકો પર ગોળીઓ ચલાવી. આ પક્ષોના નેતાઓએ રામ મંદિરના ઉદ્ઘાટનના આમંત્રણને પણ ફગાવી દીધું હતું. તેમણે પ્રયાગરાજમાં થઈ રહેલા વિકાસ કાર્યોની પણ ચર્ચા કરી હતી.”
ઉલ્લેખનીય છે કે, આવતી કાલે લોકસભા ચૂંટણીનું પાંચમા ચરણનું મતદાન થશે, જેમાં મુંબઈ પણ સામેલ છે.

