Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સ્ટારકિડ્સને કારણે રાતોરાત ફિલ્મથી બહાર થયા રાજકુમાર રાવ, એક્ટરે કર્યો ખુલાસો

સ્ટારકિડ્સને કારણે રાતોરાત ફિલ્મથી બહાર થયા રાજકુમાર રાવ, એક્ટરે કર્યો ખુલાસો

19 May, 2024 06:29 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

રાજકુમાર રાવની ફિલ્મ શ્રીકાંત મોટા પડદા પર રિલીઝ થઈ ગઈ છે અને સારી કમાણી પણ કરી રહી છે. તો ટૂંક સમયમાં જ તેની આગામી ફિલ્મ મિસ્ટર એન્ડ મિસિસ માહી પણ રિલીઝ થવાની છે.

રાજકુમાર રાવ (ફાઈલ તસવીર)

રાજકુમાર રાવ (ફાઈલ તસવીર)


રાજકુમાર રાવની ફિલ્મ શ્રીકાંત મોટા પડદા પર રિલીઝ થઈ ગઈ છે અને સારી કમાણી પણ કરી રહી છે. તો ટૂંક સમયમાં જ તેની આગામી ફિલ્મ મિસ્ટર એન્ડ મિસિસ માહી પણ રિલીઝ થવાની છે.


રાજકુમાર રાવ હાલ ફિલ્મ પ્રમોશનમાં વ્યસ્ત છે. તેમની ફિલ્મ શ્રીકાંત થિયેટરમાં લાગેલી છે અને સારી કમાણી કરી રહી છે. તો બીજી ફિલ્મ મિસ્ટર એન્ડ મિસિસ માહી રિલીઝ થવા માટે તૈયાર છે. મિસ્ટર એન્ડ મિસિસ માહીમાં જાહ્ન્વી કપૂર ફીમેલ લીડ રોલમાં છે. કરણ જોહરે ફિલ્મ પ્રૉડ્યૂસ કરી છે.



તાજેતરના એક ઇન્ટરવ્યુમાં, કરણ જોહરે નામ લીધા વિના કહ્યું હતું કે કેટલીક સેલિબ્રિટીઝ દાવો કરે છે કે આઉટસાઈડર હોવાને કારણે તેમની કાસ્ટિંગની ઑપર્ચ્યુનિટીઝ પર અસર થઈ છે. કરણે કહ્યું કે કેટલાક લોકોએ રોલ ન મળવાને કારણે પાર્ટીમાં ભાગ ન લેવાનો આક્ષેપ કર્યો હતો. કરણે કહ્યું, "આટલા બધા કાર્યક્રમોમાં હાજરી આપ્યા પછી પણ, મને યાદ નથી કે મેં પાર્ટીમાં કોઈને ભૂમિકા ઓફર કરી હતી.


શું પાર્ટીમાં મળ્યો રાજકુમારને આ રોલ
આ અંગે રાજકુમારે જણાવ્યું હતું કે જ્યારે તે મુંબઈ આવ્યો હતો ત્યારે તેને પાર્ટી અટેન્ડ કરવા અને કનેક્શન બનાવવાની સલાહ પણ આપવામાં આવી હતી. રાજકુમાર રાવે કહ્યું કે નેટવર્ક બનાવવું સારું છે, પરંતુ માત્ર નેટવર્ક બનાવવા માટે પાર્ટીમાં જવું અપ્રમાણિક લાગે છે. ત્યારબાદ કરણે રાજકુમારને પૂછ્યું કે શું તેમને ક્યારેય પાર્ટીમાં ભૂમિકા ઓફર કરવામાં આવી છે. જોકે રાજકુમાર રાવે આ વાતને નકારી કાઢી હતી. જો કે, તે પછી રાજકુમાર રાવે કહ્યું કે તેણે સ્ટાર કિડને કારણે ભૂમિકાઓ ગુમાવી જરૂર છે.

સ્ટારકિડને કારણે ફિલ્મ ગુમાવી
સ્ટારકિડની સામે ફિલ્મ ગુમાવવા પર રાજકુમાર રાવે કહ્યું કે, "મારા કેસમાં શું થયું કે હું એક ફિલ્મ કરવાનો હતો. પછી રાતોરાત હું તે ફિલ્મનો ભાગ ન રહ્યો. જે કોઈ ફેમસ હતું અને સ્ટારકિડ હતું, તેને તે ફિલ્મ મળી ગઈ. મને તે સમયે લાગતું હતું કે આ ફૅર નથી. કારણકે તમે વસ્તુઓને કન્ટ્રોલ કરી શકો છો, તમે લોકોને ઓળખો છો, તો તમે એવું ન કરી શકો. આ યોગ્ય નથી."


ઉલ્લેખનીય છે કે રાજકુમાર રાવની શુક્રવારે રિલીઝ થયેલી ફિલ્મ ‘શ્રીકાંત’ના ત્રણ દિવસના કલેક્શનમાં વધારો નોંધાયો છે. આ ફિલ્મ ઇન્ડસ્ટ્રિયલિસ્ટ શ્રીકાંત બોલાની લાઇફ પર પ્રકાશ પાડે છે. આંધ્ર પ્રદેશમાં જન્મેલા શ્રીકાંત જન્મથી જ જોઈ નહોતા શકતા. તેમનું બાળપણ ખૂબ તકલીફમાં પસાર થયું હતું. પરિવાર આર્થિક રીતે સધ્ધર નહોતો. ઘણી તકલીફમાંથી પસાર થયા બાદ પણ શ્રીકાંત નાસીપાસ થયા નહીં અને આજે તેમણે જે સફળતા અને સિદ્ધિ મેળવી છે એ લોકો માટે ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. તેમની લાઇફની જર્નીને રાજકુમારે ફિલ્મમાં સચોટ રીતે સાકાર કરી છે. ફિલ્મના કલેક્શન પર નજર નાખીએ તો રવિવારના બિઝનેસમાં થોડો વધારો થયો હતો. શુક્રવારે ૨.૪૧ કરોડ, શનિવારે ૪.૨૬ કરોડ અને રવિવારે ૫.૨૮ કરોડ મળીને કુલ ૧૧.૯૫ કરોડ રૂપિયાનો વકરો કર્યો છે.

Whatsapp-channel Whatsapp-channel

19 May, 2024 06:29 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK