થાણેના ઘોડબંદર રોડ પર રહેતા ૨૪ વર્ષના શંકર કાટકડેએ રવિવારે સાંજે ઘરે ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી
પ્રતીકાત્મક તસવીર
થાણેના ઘોડબંદર રોડ પર રહેતા ૨૪ વર્ષના શંકર કાટકડેએ રવિવારે સાંજે ઘરે ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. આ મામલે કાસારવડવલી પોલીસે આકસ્મિક મૃત્યુની નોંધ કરીને વધુ તપાસ શરૂ કરી હતી. ઇલેક્ટ્રિશ્યન-કમ-પ્લમ્બરનું કામ કરતા શંકરનો ફોન કબજે કરીને તપાસ કરવામાં આવતાં તેણે ઑનલાઇન ગેમિંગ ઍપ્લિકેશન પર મોટી રકમ ગુમાવી હતી. શંકર એક ગેમિંગ ઍપ પર ટ્રેડિંગ કરતો હતો અને થોડા દિવસ પહેલાં તેણે એક ગેમમાં બે લાખ રૂપિયા ગુમાવ્યા હતા એટલે તેણે એક વ્યક્તિ પાસેથી ૫૦,૦૦૦ રૂપિયા ઉધાર પણ લીધા હતા. તેથી તે ભારે આર્થિક તંગીમાં હતો. આ જ કારણે તેણે આત્મહત્યા કરી હોવાનું જાણવા મળ્યું હતું.


