ડિઝૅસ્ટર મૅનેજમેન્ટની ટીમ અને ફાયર-બ્રિગેડની ટીમે ઘટનાસ્થળ પર પહોંચીને આગ પર કાબૂ મેળવ્યો હતો
આગ લાગતાં કાર આખી બળી ગઈ હતી અને કાટમાળ જ બચ્યો હતો
ઘોડબંદર રોડ પર હીરાનંદાની એસ્ટેટમાં આવેલા તાતા મોટર્સના શોરૂમની ટેસ્ટ-ડ્રાઇવ માટેની ઇલેક્ટ્રિક કારમાં આગ લાગી હતી. કસ્ટમરને ટેસ્ટ-ડ્રાઇવ માટે લઈ જનારા કર્મચારી સહિત ૩ જણ સમયસૂચકતા વાપરીને કારમાંથી બહાર નીકળી ગયા હતા.

ADVERTISEMENT
થાણે મ્યુનિસિપલ કૉર્પોરેશન (TMC)ના ડિઝૅસ્ટર મૅનેજમેન્ટ સેલના અધિકારીઓએ આપેલી માહિતી મુજબ મંગળવારે બે કસ્ટમરને લઈને એક કર્મચારી ઇલેક્ટ્રિક કાર લઈને TMC ગાર્ડન નજીક ટેસ્ટ-ડ્રાઇવ કરવા ગયો હતો. ત્યારે અચાનક જ કારમાંથી ધુમાડો નીકળવા લાગ્યો હતો. ધુમાડો જોઈને તરત જ બધા કારમાંથી નીચે ઊતરી ગયા હતા. એની થોડીક જ વારમાં આખી કાર ભડકે બળી હતી. ડિઝૅસ્ટર મૅનેજમેન્ટની ટીમ અને ફાયર-બ્રિગેડની ટીમે ઘટનાસ્થળ પર પહોંચીને આગ પર કાબૂ મેળવ્યો હતો. આગ લાગી હતી એ કાર ટેસ્ટ-ડ્રાઇવ માટે જ વપરાતી હતી. એમાં કયા કારણસર આગ લાગી એની તપાસ કંપની દ્વારા શરૂ કરવામાં આવી છે.
