આ વિવાદ બાદ ઑસ્ટ્રેલિયન ટીમ સાઉથ આફ્રિકામાં બે-બે T20 અને વન-ડે સિરીઝ પણ રમ્યું હતું. બન્ને વચ્ચે ૨૦૧૮ બાદ એકમાત્ર ટેસ્ટ-સિરીઝ જાન્યુઆરી ૨૦૨૩માં ઑસ્ટ્રેલિયામાં રમાઈ હતી.
ઑસ્ટ્રેલિયન ટીમ પહેલી વાર સાઉથ આફ્રિકામાં ટેસ્ટ સિરીઝ રમશે
સાઉથ આફ્રિકા ક્રિકેટ બોર્ડે ગઈ કાલે પોતાની આગામી સિરીઝની મહત્ત્વપૂર્ણ જાહેરાત કરી હતી. આ લિસ્ટમાં તેમની ઑસ્ટ્રેલિયા સામેની સિરીઝની સૌથી વધુ ચર્ચા થઈ રહી છે. ૨૦૧૮ના બૉલ-ટૅમ્પરિંગ કાંડનાં ૮ વર્ષ બાદ ઑસ્ટ્રેલિયન ટીમ પહેલી વખત સાઉથ આફ્રિકામાં ટેસ્ટ-સિરીઝ રમવા જશે. આગામી સપ્ટેમ્બર અને ઑક્ટોબર મહિનામાં કાંગારૂઓ સાઉથ આફ્રિકામાં ૩-૩ મૅચની વન-ડે અને ટેસ્ટ-સિરીઝ રમવા જશે. ૨૦૧૮માં કેપટાઉન ટેસ્ટ-મૅચમાં સાઉથ આફ્રિકા સામે રિવર્સ સ્વિંગ મેળવવા માટે ઑસ્ટ્રેલિયાના કૅપ્ટન સ્ટીવ સ્મિથ, વાઇસ-કૅપ્ટન ડેવિડ વૉર્નર અને કૅમરન બૅનક્રૉફ્ટ બૉલ પર સૅન્ડ-પેપરનો ઉપયોગ કરતા પકડાયા હતા. બૉલ-ટૅમ્પરિંગ કાંડને કારણે ત્રણેય પ્લેયર્સે સજા સાથે બદનામીનો સામનો કરવો પડ્યો હતો. આ વિવાદ બાદ ઑસ્ટ્રેલિયન ટીમ સાઉથ આફ્રિકામાં બે-બે T20 અને વન-ડે સિરીઝ પણ રમ્યું હતું. બન્ને વચ્ચે ૨૦૧૮ બાદ એકમાત્ર ટેસ્ટ-સિરીઝ જાન્યુઆરી ૨૦૨૩માં ઑસ્ટ્રેલિયામાં રમાઈ હતી.
