Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > લોકભવન ખાતે જીવન બચાવો અને સ્વસ્થ ભારતનું નિર્માણ કરો અભિયાનનું રાષ્ટ્રપતિ દ્વારા ઉદ્ઘાટન

લોકભવન ખાતે જીવન બચાવો અને સ્વસ્થ ભારતનું નિર્માણ કરો અભિયાનનું રાષ્ટ્રપતિ દ્વારા ઉદ્ઘાટન

Published : 25 February, 2026 11:13 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને બન્ને નાયબ મુખ્ય પ્રધાનો એકનાથ શિંદે અને સુનેત્રા પવારે આ પ્રસંગે ખાસ હાજરી આપી હતી

પી. ડી. હિન્દુજા હૉસ્પિટલ દ્વારા આયોજિત રાષ્ટ્રવ્યાપી અભિયાન ‘જીવન બચાવો અને સ્વસ્થ ભારતનું નિર્માણ કરો’નું ઉદ્ઘાટન

પી. ડી. હિન્દુજા હૉસ્પિટલ દ્વારા આયોજિત રાષ્ટ્રવ્યાપી અભિયાન ‘જીવન બચાવો અને સ્વસ્થ ભારતનું નિર્માણ કરો’નું ઉદ્ઘાટન


રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ગઈ કાલે મુંબઈનાં મહેમાન બન્યાં હતાં. તેમણે મુંબઈના લોકભવન ખાતે પી. ડી. હિન્દુજા હૉસ્પિટલ દ્વારા આયોજિત રાષ્ટ્રવ્યાપી અભિયાન ‘જીવન બચાવો અને સ્વસ્થ ભારતનું નિર્માણ કરો’નું ઉદ્ઘાટન કર્યું હતું. મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને બન્ને નાયબ મુખ્ય પ્રધાનો એકનાથ શિંદે અને સુનેત્રા પવારે આ પ્રસંગે ખાસ હાજરી આપી હતી.



અભિયાનના ઉદ્ઘાટન બાદ તેમણે જણાવ્યું હતું કે ‘નાગરિકોનું સ્વાસ્થ્ય એક સામૂહિક જવાબદારી છે. ગરીબ લોકોને પણ સમયસર અને યોગ્ય મેડિકલ કૅર મળે એ માટે બધાએ સાથે મળીને કામ કરવું જોઈએ.’ ઇમર્જન્સી અને લાઇફસેવિંગ મેડિસિન તથા મેડિકલ ક્ષેત્રે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI)ની વધતી જતી ભૂમિકા વિશે પણ તેમણે વાત કરી હતી.


આ અભિયાન અંતર્ગત રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દેશનાં વિવિધ રાજ્યોની યાત્રા કરશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ લોકભવન ખાતે પીપળાનું વૃક્ષ રોપ્યું હતું તેમ જ હિન્દુજા હૉસ્પિટલનાં કાર્યોની સમીક્ષા કરી હતી.


Whatsapp-channel Whatsapp-channel

25 February, 2026 11:13 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK