Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > શ્રી નમ્રમુનિ મહારાજસાહેબના ૫૬મા જન્મોત્સવ નિમિત્તે શનિવારે વિશેષ ગુરુભક્તિનું આયોજન

શ્રી નમ્રમુનિ મહારાજસાહેબના ૫૬મા જન્મોત્સવ નિમિત્તે શનિવારે વિશેષ ગુરુભક્તિનું આયોજન

Published : 25 September, 2026 11:06 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ વિશેષ ગુરુભક્તિમાં CA દેવાંશ દોશી, જૈનમ વારિયા અને હર્ષિત શાહ દ્વારા ગુરુભક્તિ કરાવવામાં આવશે

રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજસાહેબ

રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજસાહેબ


જેમનું જીવન અનેક લોકો માટે કલ્યાણનું કારણ બન્યું છે અને જેમની કરુણાએ અનેક લોકોના જીવનમાં પરિવર્તનનો પ્રકાશ પાથર્યો છે એવા રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજસાહેબના ૫૬મા જન્મોત્સવ નિમિત્તે ઘાટકોપરમાં શનિવારે ૨૬ સપ્ટેમ્બરે સવારે ૭ વાગ્યાથી ૯ વાગ્યા સુધી વિશેષ ગુરુભક્તિ ‘ઘણું જીવો-પરમ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ વિશેષ ગુરુભક્તિમાં CA દેવાંશ દોશી, જૈનમ વારિયા અને હર્ષિત શાહ દ્વારા ગુરુભક્તિ કરાવવામાં આવશે. સંગીત, ભાવ અને ભક્તિના સુંદર સમન્વય સાથે યોજાનારા આ કાર્યક્રમમાં ભાવિકો ગુરુદેવનાં ચરણોમાં ગુરુભક્તિ અર્પણ કરશે. આરાધ્ય ભક્તિ પાર્ક, હૉકી ગ્રાઉન્ડ, વલ્લભબાગ લેન એક્સ્ટેન્શન, ઘાટકોપર-ઈસ્ટમાં  ગુરુભક્તિનો આ અવસર યોજાશે. રવિવારે ૨૭ સપ્ટેમ્બરે સવારે ૯ વાગ્યે માનવતા મહોત્સવ અંતર્ગત અનેક માનવતા સેવા-જીવદયાનાં કાર્યો સાથે મહાપ્રભાવક શ્રી ઉવસગ્ગહર સ્તોત્રની જપસાધના યોજાશે.


Whatsapp-channel Whatsapp-channel

25 September, 2026 11:06 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK