Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > જસપ્રીત બુમરાહે જપાનમાં એર્ગોનૉમિક ઓશીકું ખરીદ્યું

જસપ્રીત બુમરાહે જપાનમાં એર્ગોનૉમિક ઓશીકું ખરીદ્યું

Published : 25 September, 2026 09:38 AM | IST | Nagoya
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

જપાનમાં એશિયન ગેમ્સ માટે ગયેલા જસપ્રીત બુમરાહે પોતાના શરીર અને સૂવાની મુદ્રાના માપ પ્રમાણે ખાસ તૈયાર કરાવેલું એર્ગોનૉમિક ઓશીકું ખરીદ્યું. અક્ષર પટેલે પ્રક્રિયાનો વિડિયો બનાવ્યો, જેના પર સંજના ગણેશ અને બુમરાહે મજાક કરી.

જસપ્રીત બુમરાહ અને અક્ષર પટેલ

જસપ્રીત બુમરાહ અને અક્ષર પટેલ


જપાનમાં એશિયન ગેમ્સ રમવા ગયેલા ક્રિકેટર જસપ્રીત બુમરાહે એક એર્ગોનૉમિક એટલે કે શારીરિક આરામ અને યોગ્ય મુદ્રાને અનુરૂપ ઓશીકું ખરીદ્યું હતું, જે ખાસ તેના માટે જ બનાવવામાં આવ્યું હતું. 
આ ઓશીકું તૈયાર કરવા માટે નિષ્ણાતોએ જસપ્રીત બુમરાહના શરીર અને સૂવાની મુદ્રાનું માપ લીધું હતું. જસપ્રીત બુમરાહને પોતાની બોલિંગ ઍક્શનને કારણે ઘણી વખત ઇન્જરીઓનો સામનો કરવો પડ્યો છે. 
અક્ષર પટેલે આ આખી પ્રક્રિયાનો વિડિયો બનાવ્યો હતો. સોશ્યલ મીડિયા પર જસપ્રીત બુમરાહની પત્ની સંજના ગણેશને લખ્યું કે ‘શું તું આ બધું કરવા માટે છેક જપાન ગયો છે?’ જસપ્રીતે તેને જવાબ આપતાં લખ્યું કે ‘જ્યારે તું આ ઓશીકું માગીશ ત્યારે હું ઓ તને નહીં આપું.’


Whatsapp-channel Whatsapp-channel

25 September, 2026 09:38 AM IST | Nagoya | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK