Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > પારસિક હિલ પરથી કાર ટ્રૅક પર પટકાઈ, ટ્રેન અટકી : ૧૭ વર્ષનો ટીનેજર ચલાવી રહ્યો હતો

પારસિક હિલ પરથી કાર ટ્રૅક પર પટકાઈ, ટ્રેન અટકી : ૧૭ વર્ષનો ટીનેજર ચલાવી રહ્યો હતો

Published : 25 September, 2026 08:20 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ ઍક્સિડન્ટ ચોક્કસ કઈ રીતે થયો એની તપાસ વાશી ગવર્નમેન્ટ રેલવે પોલીસ અને સ્થાનિક પોલીસ કરી રહી છે

પારસિક હિલ પરથી ટ્રૅક પર ફંગોળાઈને આવી ગયેલી કારને હટાવવામાં સ્થાનિક લોકોએ પણ મદદ કરી હતી.

પારસિક હિલ પરથી ટ્રૅક પર ફંગોળાઈને આવી ગયેલી કારને હટાવવામાં સ્થાનિક લોકોએ પણ મદદ કરી હતી.


બેલાપુર-ઉરણ લાઇન પર પારસિક હિલની ઉપરથી જઈ રહેલી એક કાર ગઈ કાલે બપોરે ૩.૩૦ વાગ્યે હિલના રોડ પરથી સીધી ટ્રૅક પર ખાબકતાં એ કૉરિડોરની એક ટ્રેન અટકાવી દેવામાં આવી હતી. એ કાર ૧૭ વર્ષનો છોકરો ચલાવી રહ્યો હતો. તેને પણ આ ઘટનામાં ઈજા થઈ છે. સેન્ટ્રલ રેલવેના ચીફ પબ્લિક રિલેશન્સ ઑફિસર ડૉ. સ્વપ્નિલ નીલાએ કહ્યું હતું કે ‘આ ઘટનાની જાણ થતાં ઍક્સિડેન્ટલ રિલીફ વૅન તરત જ સ્પૉટ પર મોકલવામાં આવી હતી. બે કલાકની જહેમત બાદ કાર ટ્રૅક પરથી કાઢી લેવામાં આવી હતી. ઘાયલ ટીનેજરને સારવાર માટે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ ઍક્સિડન્ટ ચોક્કસ કઈ રીતે થયો એની તપાસ વાશી ગવર્નમેન્ટ રેલવે પોલીસ અને સ્થાનિક પોલીસ કરી રહી છે.’    


Whatsapp-channel Whatsapp-channel

25 September, 2026 08:20 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK