Love and War: સંજય લીલા ભણસાલીની બહુચર્ચિત ફિલ્મ `લવ એન્ડ વોર`માંથી રણબીર કપૂરનો પહેલો આકર્ષક લુક સામે આવ્યો છે; તીવ્ર અને આકર્ષક અવતારમાં અભિનેતાને જોઈ સિનેપ્રેમીઓ છે એક્સાઇટેડ; જાન્યુઆરી ૨૦૨૭માં રિલીઝ થશે ફિલ્મ ‘લવ એન્ડ વૉર’
‘લવ એન્ડ વોર’માં રણબીર કપૂરનો લૂક
પ્રખ્યાત ફિલ્મમેકર સંજય લીલા ભણસાલી (Sanjay Leela Bhansali) જ્યારે પણ પોતાની કોઈ નવી ફિલ્મ લાવે છે, ત્યારે તે બોક્સ ઓફિસ અને સિનેમાજગતમાં ભારે હલચલ મચાવવા માટે જાણીતી છે. તેમની સુપરહિટ ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ (Gangubai Kathiawadi)ની ભવ્ય સફળતા બાદ હવે સંજય લીલા ભણસાલી તેમની બહુચર્ચિત ફિલ્મ ‘લવ એન્ડ વોર’ (Love and War) સાથે વાપસી કરી રહ્યા છે. આ ફિલ્મને લઈને સિનેપ્રેમીઓમાં શરૂઆતથી જ અદ્ભુત ઉત્સાહ અને ક્રેઝ જોવા મળી રહ્યો છે. જેમાં આજે ઉત્સુકતા વધી છે…
બોલિવૂડ (Bollywood)ના દિગ્ગજ ડિરેક્ટર સંજય લીલા ભણસાલી પોતાની આગામી ફિલ્મ ‘લવ એન્ડ વોર’ સાથે વર્ષની સૌથી મોટી સિનેમેટિક રજૂઆત કરવા માટે સંપૂર્ણ તૈયાર છે. આ ફિલ્મમાં બોલિવૂડના ત્રણ અગ્રણી કલાકારો રણબીર કપૂર (Ranbir Kapoor), આલિયા ભટ્ટ (Alia Bhatt) અને વિકી કૌશલ (Vicky Kaushal) એકસાથે સ્ક્રીન શેર કરતા જોવા મળશે. દર્શકોની ઉત્સુકતા વધારતા મેકર્સે તાજેતરમાં રણબીર કપૂરનો ફર્સ્ટ લુક જાહેર કર્યા બાદ હવે ફિલ્મમાંથી તેનો બીજો દમદાર પોસ્ટર લુક પણ રિલીઝ કરી દીધો છે.
ADVERTISEMENT
વાદળી કારમાં રણબીરનો ઈન્ટેન્સ અને અનોખો લુક
‘લવ એન્ડ વોર’ના જાહેર કરવામાં આવેલા આ નવા પોસ્ટરમાં ફિલ્મની રસપ્રદ અને ભવ્ય દુનિયાની ઝલક જોવા મળે છે. પોસ્ટરમાં રણબીર કપૂર એક વાદળી રંગની કારમાં બેઠેલો નજરે પડે છે, જ્યારે તેના ચહેરા પરની ગંભીરતા અને ઈન્ટેન્સ એક્સપ્રેશન્સ તેના પાત્રની ઊંડાણપૂર્વકની ભૂમિકા તરફ ઈશારો કરે છે. ભણસાલી પોતાની ફિલ્મોની ભવ્યતા માટે જાણીતા છે, પરંતુ આ વખતે તેમણે પોતાના અગાઉના ધોરણોને પણ પાછળ છોડી દીધા હોય તેવો માહોલ સર્જાયો છે. પોસ્ટરની સાથે બેકગ્રાઉન્ડ મ્યુઝિક (BGM) પણ ભણસાલીની ટ્રેડમાર્ક સ્ટોરીટેલિંગ શૈલીને મજબૂત રીતે રજૂ કરે છે.
મેકર્સે સોશિયલ મીડિયા પર આ પોસ્ટર શેર કરતાં કેપ્શન આપ્યું હતું કે, ‘ઈશ્ક પણ. જંગ પણ. સંજય લીલા ભણસાલીની લવ એન્ડ વોર ૨૧ જાન્યુઆરી ૨૦૨૭ના રોજ.’
View this post on Instagram
રણબીર કપૂરના આ અગાઉ ક્યારેય આવા ખાસ અવતારમાં જોવા મળ્યો નથી, અને પ્રેક્ષકોએ પણ આ ફિલ્મમાં તેના આવા અનોખા લુકની સહેજ પણ અપેક્ષા રાખી નહોતી.
પોતાની આગવી સિનેમેટિક શૈલી માટે જાણીતા ડિરેક્ટર સંજય લીલા ભણસાલીએ આ વખતે પણ પોતાનો જાદુ ચલાવીને દર્શકોને અચંબિત કરી દીધા છે. આ નવા લુકે ફિલ્મ પ્રત્યે સિનેપ્રેમીઓની ઉત્સુકતાને વધુ બમણી કરી દીધી છે.
ફિલ્મ ૨૧ જાન્યુઆરી ૨૦૨૭ના રોજ થશે રિલીઝ
સંજય લીલા ભણસાલીની ફિલ્મોમાં રોમાન્સ અને ડ્રામાનો ઉત્કૃષ્ટ સંગમ જોવા મળતો હોય છે, ત્યારે આ ફિલ્મ દ્વારા દર્શકો લાંબા સમય પછી મોટા પડદા પર પ્રેમ અને સસ્પેન્સનો જાદુ અનુભવશે.
રણબીર કપૂર, આલિયા ભટ્ટ અને વિકી કૌશલની મુખ્ય ભૂમિકા ધરાવતી આ મલ્ટીસ્ટારર ફિલ્મ ૨૧ જાન્યુઆરી ૨૦૨૭ના રોજ વિશ્વભરમાં હિન્દી, તમિલ અને તેલુગુ ભાષાઓમાં સિનેમાઘરોમાં રિલીઝ થવા માટે સજ્જ છે.
