Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મુંબઈના મેયર રીતુ તાવડેને સેશન્સ કોર્ટની ફટકાર! ૨૦૧૬ના કેસમાં ફટકાર્યો દંડ

મુંબઈના મેયર રીતુ તાવડેને સેશન્સ કોર્ટની ફટકાર! ૨૦૧૬ના કેસમાં ફટકાર્યો દંડ

Published : 24 September, 2026 12:13 PM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Mumbai Mayor Ritu Tawde fined by sessions court: વર્ષ ૨૦૧૬ના એક હુમલાના કેસમાં કોર્ટ સમક્ષ હાજરીમાંથી વારંવાર મુક્તિ માગવા બદલ મુંબઈના સેશન્સ કોર્ટે મુંબઈના મેયર રીતુ તાવડે પર રૂ. ૩૦૦નો દંડ ફટકાર્યો છે; સેશન્સ કોર્ટની આગામી સુનાવણી ૭ ઓક્ટોબરના રોજ

મુંબઈના મેયર રીતુ તાવડેની ફાઇલ તસવીર

મુંબઈના મેયર રીતુ તાવડેની ફાઇલ તસવીર


વર્ષ ૨૦૧૬માં મ્યુનિસિપલ શાળાના બે શિક્ષકો પર હુમલાના કેસમાં ચાલતી કાનૂની કાર્યવાહી દરમિયાન કોર્ટમાં વારંવાર બિનહજાર રહેવા બદલ મુંબઈ (Mumbai)ના સેશન્સ કોર્ટે મુંબઈના મેયર રીતુ તાવડે (Mumbai Mayor Ritu Tawde) પર રૂ. ૩૦૦નો દંડ ફટકાર્યો છે. અગાઉ ચેતવણીઓ આપવા છતાં પણ સતત ગેરહાજર રહેવા અંગે કોર્ટે ભારે નારાજગી વ્યક્ત કરી હતી, જોકે તેમની અંગત હાજરીમાંથી મુક્તિની અરજી મંજૂર કરવામાં આવી હતી.

વારંવાર ગેરહાજરીની અરજીઓ સામે સેશન્સ કોર્ટે વ્યક્ત કરી નારાજગી



એડિશનલ સેશન્સ જજ જી. જી. ભણસાલીએ મંગળવારે મુંબઈના મેયર રીતુ તાવડે અને અન્ય બે સહ-આરોપીઓ દ્વારા દાખલ કરવામાં આવેલી હાજરીમાંથી મુક્તિની અરજી મંજૂર કરી હતી, પરંતુ આગામી સુનાવણી (Mumbai Mayor Ritu Tawde fined by sessions court) પહેલાં દરેકને રૂ. ૩૦૦નો દંડ સરકારી તિજોરીમાં જમા કરાવવાનો આદેશ આપ્યો હતો. જજ સાહેબે નોંધ્યું હતું કે કોર્ટે અગાઉ ત્રણ અલગ-અલગ પ્રસંગોએ "છેલ્લી તક" તરીકે મુક્તિ આપી હતી, છતાં આરોપીઓ સતત ગેરહાજર રહીને નવી અરજીઓ કરી રહ્યા છે. સેશન્સ કોર્ટે કહ્યું કે, ‘અગાઉના ત્રણ આદેશો છતાં આરોપીઓ સતત ગેરહાજર રહે છે અને હાજરીમાંથી મુક્તિ માટે અરજીઓ કરી રહ્યા છે.’


કોર્ટે તાકીદ કરી છે કે આ દંડ આગામી ૭ ઓક્ટોબરની સુનાવણી પહેલાં ભરી દેવાનો રહેશે, જ્યાંથી કેસની ટ્રાયલ પ્રક્રિયા શરૂ થવાની શક્યતા છે.

૨૦૧૬માં શિક્ષકની બદલીના વિવાદમાંથી શરૂ થયો હતો કેસ


આ કાનૂની વિવાદ ૨૯ જુલાઈ, ૨૦૧૬નો છે, જ્યારે વાકોલાના શાસ્ત્રી નગર વિસ્તારમાં આવેલી એક મહાનગરપાલિકાની ઉર્દૂ માધ્યમની શાળામાં આ ઘટના બની હતી. પ્રાસિક્યુશનના જણાવ્યા અનુસાર, કેન્સરથી પીડિત એક શિક્ષકની બદલી અંગે થયેલા વિવાદ બાદ, તત્કાલીન ભાજપના કોર્પોરેટર રીતુ તાવડે અને અન્ય છ લોકો શાળાના પરિસરમાં ઘૂસી ગયા હતા.

તે સમયે જૂથ અને શાળા વ્યવસ્થાપન વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી, જે દરમિયાન શાળાના બે શિક્ષકો પર હુમલો કરવામાં આવ્યો હોવાનો આરોપ છે. પ્રારંભિક તપાસ બાદ, ૧૧ ઓગસ્ટ, ૨૦૧૬ના રોજ વાકોલા પોલીસ સ્ટેશનમાં ગેરકાયદે મંડળી રચવા અને હુમલો કરવા બદલ એફઆઈઆર (FIR) નોંધવામાં આવી હતી.

ટ્રાયલ શરૂ થાય તે પહેલાં કોર્ટે ચાર્જ ફ્રેમ કર્યા

આ અગાઉ, સેશન્સ કોર્ટે કેસમાંથી મુક્ત થવા માટેની તાવડેની અરજીને ફગાવી દીધી હતી. કોર્ટે ચુકાદો આપ્યો હતો કે પીડિત શિક્ષકો અને પ્રત્યક્ષદર્શીઓના નિવેદનો ટ્રાયલ આગળ વધારવા માટે પૂરતા આધાર પૂરા પાડે છે. પોતાના બચાવમાં તાવડેએ દાવો કર્યો હતો કે ઘટનાસ્થળે તેમની હાજરી માત્ર એક સંયોગ હતી અને તેમને આ વિવાદ સાથે કોઈ લેવાદેવા નથી.

કોર્ટે હવે રીતુ તાવડે અને સહ-આરોપીઓ સામે વિધિવત ચાર્જ ફ્રેમ (આરોપ નક્કી) કરી દીધા છે અને કેસની ટ્રાયલ શરૂ થવા જઈ રહી છે. ન્યાયિક સત્તાવાળાઓએ સ્પષ્ટ કર્યું છે કે આગામી સુનાવણી દરમિયાન સાક્ષીઓના નિવેદનો નોંધતી વખતે કાનૂની પ્રક્રિયાનું પાલન અને કોર્ટમાં સમયસર હાજરી સુનિશ્ચિત કરવામાં આવશે.

Whatsapp-channel Whatsapp-channel

24 September, 2026 12:13 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK