Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મુંબઈના યુવા વિદ્યાર્થીઓએ ૬૦ દેશો વચ્ચે પ્રથમ પુરસ્કારની સિદ્ધિ હાંસલ કરી

મુંબઈના યુવા વિદ્યાર્થીઓએ ૬૦ દેશો વચ્ચે પ્રથમ પુરસ્કારની સિદ્ધિ હાંસલ કરી

28 April, 2024 11:08 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અમેરિકાના હ્યુસ્ટનમાં ૧૭ એપ્રિલથી ૨૦ એપ્રિલ સુધી રોબો​ટિક્સ વર્લ્ડ ચૅમ્પિયન​શિપ યોજાઈ હતી.

આ રહ્યા વર્લ્ડ ચૅ​મ્પિયનશિપ વિજેતાના તેજસ્વી તારલાઓ : આરવ, આરિવ, આદિત્ય, અગસ્ત્ય, અહાના, અમાઇરા, અનમોલ, આરવ,  અર્હમ, ધ્યાન, દ્રીશ, કબીર, કરણ,  કવીશ, કિગન, ક્રિતાર્થ, નિષ્કર્ષ, પ્રયાણ, રણવીર, શૂર્યવીર, ​શિવેન, વેદાંગ અને વિહાન.

આ રહ્યા વર્લ્ડ ચૅ​મ્પિયનશિપ વિજેતાના તેજસ્વી તારલાઓ : આરવ, આરિવ, આદિત્ય, અગસ્ત્ય, અહાના, અમાઇરા, અનમોલ, આરવ,  અર્હમ, ધ્યાન, દ્રીશ, કબીર, કરણ,  કવીશ, કિગન, ક્રિતાર્થ, નિષ્કર્ષ, પ્રયાણ, રણવીર, શૂર્યવીર, ​શિવેન, વેદાંગ અને વિહાન.


વૈશ્વિક સ્તરે ભારતનું નામ રોશન કરે એવી એક અસાધારણ ઘટના આ મહિનામાં બની છે. આખું વિશ્વ ઇન્ટરનેટ યુગમાં હરણફાળ ભરી રહ્યું છે ત્યારે દેશની આર્થિક રાજધાની મુંબઈના સાયન્સના કેટલાક વિદ્યાર્થીઓએ આંતરરાષ્ટ્રીય સ્તરની રોબો​ટિક્સ સ્પર્ધામાં પ્રથમ સ્થાન હાંસલ કરીને ભારત અને મુંબઈના નામને વિશ્વસ્તરે રોશન કરવામાં સફળતા મેળવી છે.

અમેરિકાના હ્યુસ્ટનમાં ૧૭ એપ્રિલથી ૨૦ એપ્રિલ સુધી રોબો​ટિક્સ વર્લ્ડ ચૅમ્પિયન​શિપ યોજાઈ હતી. એમાં ટીમ ઇન્ડિયા તરીકે ટીમ સિગ્માએ ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. ટીમ સિગ્મામાં મુંબઈની આશરે ૧૨ જેટલી સ્કૂલના બાહોશ વિદ્યાર્થીઓનું સંયોજન હતું. આશરે ૬૦ જેટલા દેશોના વિદ્યાર્થીઓએ રજૂ કરેલા પ્રોજેક્ટ્સ વચ્ચે યોજાયેલી ફર્સ્ટ વર્લ્ડ ચૅમ્પિયન​શિપ-૨૦૨૪માં આપણા દેશના અને એમાં પણ મુખ્યત્વે મુંબઈના વિદ્યાર્થીઓનો ૬૩ કિલોનો અત્યાધુનિક રોબો નિર્ણાયક અને દર્શકોની દાદ મેળવવામાં સફળ રહ્યો હતો.



૧૪થી ૧૮ વર્ષના વયજૂથના તેજસ્વી વિદ્યાર્થીઓની આ ટીમે આ પહેલાં રાષ્ટ્રીય કક્ષાની ઘણીબધી સ્પર્ધાઓમાં જીત મેળવતાં તેમના માટે વૈશ્વિક હરીફાઈમાં પોતાની કુશળતા દર્શાવવાનાં દ્વાર ખૂલ્યાં હતાં. આ પડકારને ઝીલવા માટે તેમણે તનતોડ મહેનત કરી હતી અને બુદ્ધિકૌશલ્યના જોરે  હરીફ ટીમોને હંફાવી અને હરાવી હતી.


‘ક્રેસેન્ડો’ થીમ પર આધારિત ફર્સ્ટ વર્લ્ડ ચૅ​મ્પિયનશિપમાં ચૅલેન્જ આપવામાં આવી હતી કે રોબો મ્યુઝિક નોટ્સના આધારે કામ કરે. આ માટે ૪.૧ મીટરની ગતિ સાથે ટીમ સિગ્માના રોબોએ બધા જ ટાસ્ક ખૂબ સારી રીતે પાર પાડ્યા હતા.

આ અવૉર્ડ ટીમ સિગ્મા અને આપણા દેશની એટલે કે વિજ્ઞાન, તાંત્રિકી, એન્જિનિયરિંગ અને ગણિત ક્ષેત્રે છુપાયેલી અસીમિત સંભાવનાઓને વેગ આપશે એમ જણાવીને રોબોફન લૅબ ઍકૅડેમીના સ્થાપક અશ્વિન શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આવા રોબો આગામી સમયમાં દેશના સૈન્યની તાકાતમાં વધારો કરી શકશે અને કૃષિક્ષેત્રે પણ ખૂબ જ મદદરૂપ થશે. ટીમ સિગ્માનો ઉદ્દેશ એક જ છે કે હંમેશાં ફર્સ્ટ રહેવું અને ફર્સ્ટ એટલે જ ફૉર ઇ​ન્સ્પિરેશન અને રેકગ્નિશન ઑફ સાયન્સ ઍન્ડ ટેક્નૉલૉજી.’


Whatsapp-channel Whatsapp-channel

28 April, 2024 11:08 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK