Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મની લોન્ડરિંગ કેસમાં સચિન વાઝેને મળ્યા જામીન છતાં આ કારણે રહેવું પડશે જેલમાં, જાણો વિગત

મની લોન્ડરિંગ કેસમાં સચિન વાઝેને મળ્યા જામીન છતાં આ કારણે રહેવું પડશે જેલમાં, જાણો વિગત

18 November, 2022 04:23 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

કથિત ભ્રષ્ટાચારના કેસમાં બરતરફ કરાયેલા પોલીસ અધિકારી સચિન વાઝેને થોડી રાહત મળી છે

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર


બરતરફ કરાયેલા પોલીસ અધિકારી સચિન વાઝે (Sachin Waze)ને મુંબઈ સેશન્સ કોર્ટે ED મની લોન્ડરિંગ કેસમાં તેમને જામીન આપવામાં આવ્યા છે. સચિન વાઝેએ કલમ 88 સીઆરપીસી હેઠળ જામીન અરજી કરી હતી. તેમની જામીન અરજીનો ED દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. સચિન વાઝેને ED કેસમાં જામીન મળ્યા હોવા છતાં, અન્ય કેસોમાં તેને ન્યાયિક કસ્ટડી મળી હોવાથી, વાઝેનું રોકાણ હાલ પૂરતું જેલમાં જ રહેશે.

EDએ સચિન વાઝેના જામીનનો વિરોધ કરતા કહ્યું હતું કે જો તેને જામીન આપવામાં આવે તો તે પુરાવા સાથે ચેડા કરી શકે છે. આ કેસમાં બંને પક્ષોની દલીલો 15 નવેમ્બરના રોજ પૂર્ણ થઈ હતી. વાઝે વિરુદ્ધ ED, CBI અને NIAનો કેસ પણ પેન્ડિંગ છે.



કથિત ભ્રષ્ટાચારના કેસમાં બરતરફ કરાયેલા પોલીસ અધિકારી સચિન વાઝેને થોડી રાહત મળી છે. સચિન વાઝે આ કથિત ભ્રષ્ટાચારના કેસમાં ભૂતપૂર્વ ગૃહપ્રધાન અનિલ દેશમુખ અને અન્ય આરોપીઓ વિરુદ્ધ તેમની પાસે જે માહિતી છે તે પૂરી પાડવાની તૈયારી દર્શાવી છે.


પહેલા NIA દ્વારા ધરપકડ, પછી CBI દ્વારા હાથકડી

મુંબઈ પોલીસના આસિસ્ટન્ટ સિનિયર પોલીસ ઈન્સ્પેક્ટર સચિન વાઝે, તેમના સાથીદાર રિયાઝ કાઝી અને પોલીસ ઈન્સ્પેક્ટર સુનિલ માનેનને ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના એન્ટિલિયાના ઘરની બહાર જિલેટીન સાથે ધમકીભર્યા પત્ર મૂકી સ્કોર્પિયો કાર છોડી હતી. આ પ્રકરણમાં એનઆઈએ દ્વારા તેની પ્રથમ ધરપકડ કરવામાં આવી હતી.


કારના માલિક મનસુખ હિરેનનું આકસ્મિક મૃત્યુ થયું હતું. બીજી તરફ, ઈડીએ મની લોન્ડરિંગ કેસમાં સચિન વાઝે, અનિલ દેશમુખ અને અન્યો સામે કેસ નોંધ્યો હતો. સચિન વાઝે, અનિલ દેશમુખ અને અન્ય બેની સીબીઆઈ દ્વારા ભ્રષ્ટાચારના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. સચિન વાઝેએ તપાસ દરમિયાન જણાવ્યું હતું કે તેણે અનિલ દેશમુખના આદેશ પર મુંબઈના બાર અને રેસ્ટોરન્ટમાંથી પૈસા ભેગા કર્યા હતા.

ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના બંગલાની બહારથી મળેલા વિસ્ફોટકો અને ઉદ્યોગપતિ મનસુખ હિરેનની હત્યાના મામલે સચિન વાઝે હાલમાં ધરપકડ હેઠળ છે. આ સાથે વાઝે ભ્રષ્ટાચાર, નાણાકીય ગેરરીતિ અને ખ્વાજા યુનુસ કાતિક કસ્ટોડિયલ ડેથ કેસમાં પણ આરોપી છે.

આ પણ વાંચો: Bhima Koregaon Case :પી વરવરા બાદ આરોપી આનંદ તેલતુંબડેને મળ્યા જામીન

Whatsapp-channel Whatsapp-channel

18 November, 2022 04:23 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK