‘બાહુબલી ક્રાઉન ઑફ બ્લડ’ આ એક એનિમટેડ સિરીઝ છે, જેનું પહેલું ટીઝર ટૂંક સમયમાં રીલીઝ થવાનું છે,
`બાહુબલી: ક્રાઉન ઑફ બ્લડ` અને એક ચાહકે શેર કરેલી તસવીર (સૌજન્ય સોશિયલ મીડિયા)
કી હાઇલાઇટ્સ
- ‘બાહુબલી ક્રાઉન ઑફ બ્લડ’ આ એક એનિમટેડ સિરીઝ હશે.
- એસએસ રાજામૌલિએ સોશિયલ મીડિયા પર `બાહુબલી`ના નવા પ્રોજેકટની જાહેરાત કરી હતી.
- એનિમટેડ સીરિઝનું પહેલું ટીઝર ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.
‘બાહુબલી’ અને ‘બાહુબલી-2’ સાથે અનેક સુપર હીટ ફિલ્મો આપ્યા બાદ હવે ડિરેક્ટર એસએસ રાજામૌલિએ ‘બાહુબલી ક્રાઉન ઑફ બ્લડ’ સિરીઝની (Animated web-series on ‘Baahubali’) જાહેરાત કરી દીધી છે. એસએસ રાજામૌલિએ ડિરેક્ટ કરેલી ‘બાહુબલી’ યુનિવર્સની બંને ફિલ્મો દર્શકોને ખૂબ જ ગમી હતી. તેમ જ આ ફિલ્મો ભારતમાં સૌથી વધુ કમાણી કરવાવાળી ફિલ્મોની યાદીમાં પણ સામેલ થઈ હતી. એવામાં હવે ‘બાહુબલી’ પર આધારિત સિરીઝની જાહેરાત કરવામાં આવતા દર્શકોને મોટી ભેટ મળી છે.
ડિરેક્ટર એસએસ રાજામૌલિએ તેમના ‘બાહુબલી’ યુનિવર્સને એક્સપાન્ડ કરવા માટે ‘બાહુબલી ક્રાઉન ઑફ બ્લડ’ આ નવી એનિમટેડ સિરીઝની સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ કરીને જાહેરાત કરી હતી. રાજામૌલિએ આ એનિમટેડ સીરિઝની પોસ્ટ શેર કરીને સીરિઝના પહેલા ટીઝર બાબતે પણ લોકોને માહિતી આપી હતી.
ADVERTISEMENT
એસએસ રાજમૌલિએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ટ્વીટ કરીને લખ્યું હતું કે “જ્યારે માહિષ્મતિના લોકો તેમના નામનો જપ કરે છે, ત્યારે બ્રહ્માંડની કોઈ તાકાત તેમને પાછા ફરવાથી રોકી શકતી નથી. બાહુબલી: ક્રાઉન ઑફ બ્લડનું ટ્રેલર, એનિમેટેડ સિરીઝ ટૂંક સમયમાં આવશે”. આ ટ્વીટ સાથે રાજામૌલિએ તેમના નવા પ્રોજેકટ ‘બાહુબલી: ક્રાઉન ઑફ બ્લડ’ની એક ઝલક બતાવતી નાનકડી વીડિયો ક્લિપ શૅર કરી હતી. આ વીડિયોમાં સિરીઝના નામની સાથે બૅકગ્રાઉન્ડમાં બાહુબલીના નામના નારા લાગતાં સંભળાઇ રહ્યા છે.
When the people of Mahishmati chant his name, no force in the universe can stop him from returning.
— rajamouli ss (@ssrajamouli) April 30, 2024
Baahubali: Crown of Blood, an animated series trailer, arrives soon! pic.twitter.com/fDJ5FZy6ld
‘બાહુબલી ક્રાઉન ઑફ બ્લડ’ આ એક એનિમટેડ સિરીઝ છે, જેનું પહેલું ટીઝર ટૂંક સમયમાં રિલીઝ થવાનું છે, એવું રાજામૌલિએ કરેલા ટ્વીટ પરથી જાણવા મળે છે. રાજામૌલિના આ ટ્વીટ બાદ લોકો સિરીઝને જોવા ખૂબ જ એક્સાઈટેડ છે અને આ સિરીઝમાં કેવા પાત્રો અને કેવું એનિમેશન (animated web-series on ‘Baahubali’) જોવા મળશે એ બાબતે પણ પોતાના વિચારો વ્યક્ત કરી રહ્યા છે. તો અમુક લોકોએ પોતે બનાવેલા ‘બાહુબલી’ ફિલ્મ સાથે જોડાયેલા અમુક એનિમટેડ પાત્રોની તસવીરો પણ સોશિયલ મીડિયા પર શેર કરી હતી.
એસએસ રાજામૌલિના વર્કફ્રન્ટની વાત કરીયે તો તેમણે ‘બાહુબલી: ધ બિગીનિંગ અને ‘બાહુબલી 2: ધ કનક્લુઝન’ જેવી સુપરહિટ ફિલ્મો આપી છે. આ બંને ફિલ્મો લોકોને ખૂબ જ ગમી હતી. આ ફિલ્મમાં અભિનેતા પ્રભાસ, અનુષ્કા શેટ્ટી, રાણા દગ્ગુબત્તી, તમન્ના ભાટિયા, રમ્યા ક્રિષ્નન જેવા અનેક મોટા એક્ટર્સ જોવા મળ્યાં હતાં. તેમ જ એસએસ રાજામૌલિએ ડિરેક્ટ કરેલી ફિલ્મ ‘આરઆરઆર’ને તો આખી દુનિયામાં ઓળખ મળી છે. આ ફિલ્મના ‘નાટું નાટું’ ગીતને ‘બેસ્ટ ઓરિજનલ સોન્ગ’ માટે ઓસ્કાર એવોર્ડ પણ મળ્યો હતો.
It should be better than this ??? pic.twitter.com/44vt5cdtN3
— Tolly Censor? (@TheTollyCensor) April 30, 2024
‘આરઆરઆર’માં રામ ચરણ, એનટીઆર જુનિયર, અલિયા ભટ્ટ અને અજય દેવગન લીડ રોલમાં જોવા મળ્યા હતા. આ ફિલ્મે ભારતની સાથે સાથે આખી દુનિયામાં ધૂમ મચાવી હતી, જેથી એસએસ રાજામૌલિની આગામી ‘બાહુબલી ક્રાઉન ઑફ બ્લડ’ એનિમટેડ સીરિઝમાં શું નવું જોવા મળશે તેની લોકો રાહ જોઈ રહ્યા છે.
