Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > Dhruv Rathee On Viral Post: દાઉદ ઈબ્રાહીમના બંગલામાં રહે છે આ યુટ્યુબર અને તેની પત્ની? યુટ્યુબરે હકીકત જણાવી

Dhruv Rathee On Viral Post: દાઉદ ઈબ્રાહીમના બંગલામાં રહે છે આ યુટ્યુબર અને તેની પત્ની? યુટ્યુબરે હકીકત જણાવી

01 May, 2024 02:26 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Dhruv Rathee On Viral Post: યુટ્યુબરે એવો દાવો કર્યો હતો કે તે પાકિસ્તાની નથી પરંતુ 100 ટકા ભારતીય છે અને તેની પત્ની જર્મન છે.

તસવીર સૌજન્ય : ધ્રુવ રાઠીનું એક્સ અકાઉન્ટ

તસવીર સૌજન્ય : ધ્રુવ રાઠીનું એક્સ અકાઉન્ટ


કી હાઇલાઇટ્સ

  1. પોસ્ટ વાયરલ થઈ હતી કે તેની પત્ની જુલી એ તો ઝુલેખા નામની પાકિસ્તાની નાગરિક છે
  2. 2021માં ઑસ્ટ્રિયાના વિયેનામાં બેલ્વેડેર પેલેસમાં તેમણે લગ્ન કર્યા હતા.
  3. યુટ્યુબર ધ્રુવ રાઠી હરિયાણાના રોહતકનો રહેવાસી છે

જાણીતા યુટ્યુબર ધ્રુવ રાઠીને લઈને એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. જોકે, આ યુટ્યુબર તેમની પત્ની વિશેની સોશિયલ મીડિયા પોસ્ટને કારણે ચર્ચામાં રહેલો છે. તાજેતરમાં જ આ યુટ્યુબર અને તેની પત્નીને લઈને એક પોસ્ટ વાયરલ (Dhruv Rathee On Viral Post) થઈ હતી. અને તે વાયરલ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે રાઠીનું અસલી નામ બદરુદ્દીન રાશિદ લાહોરી છે અને તેની પત્ની જુલી એ તો ઝુલેખા નામની પાકિસ્તાની નાગરિક છે. વળી એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે આ કપલ કરાચીમાં અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમના બંગલામાં પાકિસ્તાની સેનાની સુરક્ષામાં રહે છે.

પોતાના અને પોતાની પત્ની માટે વાયરલ થયેલ પોસ્ટ બાબતે આજે ધ્રુવ રાઠીએ મૌન તોડ્યું છે 




તમને જણાવી દઈએ કે આ જાણીતા યુટ્યુબરે જે દાવા કરવામાં આવી રહ્યા હતા તેને જુઠ્ઠાણું (Dhruv Rathee On Viral Post) ગણાવ્યા છે. આ સાથે જ આજે તે વિષે મૌન તોડતા તેણે કહ્યું હતું કે, મેં બનાવેલ વીડિયોનો તેમની પાસે કોઈ જવાબ નથી, તેથી જ તેઓ આ ખોટા દાવા ફેલાવી રહ્યા છે. તમે મારી પત્નીના પરિવારને આમાં ખેંચવા માટે કેટલા ચિંતિત છો? તમે આમાં SAIL કર્મચારીઓના ઘૃણાસ્પદ નૈતિક ધોરણો જોઈ શકો છો. 


તમને જણાવી દઈએ કે ધ્રુવ રાઠીએ રાઠીએ દાવો કર્યો  હતો કે તે પાકિસ્તાની નથી પરંતુ 100 ટકા ભારતીય છે અને તેની પત્ની જર્મન છે. તેણે કહ્યું કે સોશિયલ મીડિયા પર તેની અને તેના પરિવાર વિરુદ્ધ ખોટો પ્રચાર કરવામાં આવી રહ્યો છે. ધ્રુવ રાઠીએ તેની પત્ની વિશે સોશિયલ મીડિયા પર ફેલાતા ખોટા સમાચારોને સંપૂર્ણપણે રદિયો આપ્યો હતો.

ધ્રુવ રાઠીએ તેમની લવ સ્ટોરી બાબતે પણ જણાવ્યું હતું કે તેઓ કેવી રીતે પ્રથમ વખત તેમની પત્નીને ટ્રામમાં મળ્યા હતા. યુટ્યુબર ધ્રુવ રાઠી (Dhruv Rathee On Viral Post)એ તેની જર્મન પત્ની જુલી એલબીઆર સાથે તેની પ્રેમ કહાની શેર કરતાં કહ્યું કે તેઓ પ્રથમવાર જર્મનીમાં મળ્યા હતા. 

જાહેર વ્યાવસાયિક જીવન હોવા છતાં, ધ્રુવ રાઠીએ 2021માં ઑસ્ટ્રિયાના વિયેનામાં બેલ્વેડેર પેલેસમાં તેમના લગ્ન સુધી જુલી સાથેના સંબંધોને ખાનગી રાખ્યા હતા. તેઓએ લગ્ન કરતાં પહેલા થોડા વર્ષો સુધી એકબીજાને ડેટિંગ કર્યું હતું અને ત્યારથી તેમની ગોપનીયતાની સુરક્ષા માટે તેમના સંબંધોને લાઈમલાઈટથી દૂર રાખ્યા હતા.

હંમેશા નરેન્દ્ર મોદી પર નિશાન સાધે છે આ યુટ્યુબર

તમને જણાવી દઈએ કે યુટ્યુબર ધ્રુવ રાઠી (Dhruv Rathee On Viral Post) હરિયાણાના રોહતકનો રહેવાસી છે. તે અવારનવાર પોતાના વીડિયો દ્વારા કેન્દ્રીય મોદી સરકાર પર  નિશાન સાધે છે. માટે જ એવું કહેવાય છે કે પોતાના વીડિયો દ્વારા તે બીજેપી સમર્થકોના નિશાના પર પણ રહે છે. રાઠીએ હાલમાં જ એક વીડિયો બનાવ્યો હતો, જેમાં તેણે ભારતની તુલના ઉત્તર કોરિયા સાથે કરી હતી અને કહ્યું હતું કે ભારત તાનાશાહી તરફ આગળ વધી રહ્યું છે. વિપક્ષોએ પણ આ વીડિયો દ્વારા ભાજપને ઘેરી લીધું હતું.

Whatsapp-channel Whatsapp-channel

01 May, 2024 02:26 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK