Gurucharan Singh Missing: ગુરુચરણ સિંહના અચાનકથી ગાયબ થઈ જવાથી તેમના પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે અને તેઓ જલદીથી મળી જાય એવી પ્રાર્થના તેમના પરિવાર સહિત બીજા લોકો પણ કરી રહ્યા છે.
અસિત કુમાર મોદી અને અસિત કુમાર મોદી (તસવીર સૌજન્ય - મિડ-ડે)
કી હાઇલાઇટ્સ
- 22 એપ્રિલે ગુરુચરણ સિંહ મુંબઈ એરપોર્ટ પરથી લાપતા થયા હતા.
- અસિત મોદી અને ગુરુચરણ સિંહ વચ્ચે ખૂબ જ સારા સંબંધો હતા.
- 6-7 મહિના પહેલા અસિત મોદી અને ગુરુચરણ સિંહની ભેટ થઈ હતી.
‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ (Taarak Mehta Ka Ooltah Chashmah) ટીવી શોમાં રોશન સિંહ સોઢીનું પાત્ર ભજવનાર ગુરુચરણ સિંહ છેલ્લા 10 દિવસથી લાપતા (Gurucharan Singh Missing) છે. પોલીસે આ મામલે તેમની શોધ શરૂ કરી છે, પણ હજુ સુધી કોઈ માહિતી મળી નથી. ગુરુચરણ સિંહના અચાનક ગાયબ થઈ જવાથી તેમના પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે અને તે જલદીથી મળી જાય એવી પ્રાર્થના તેમના પરિવાર સાથે બીજા લોકો પણ કરી રહ્યા છે. ગુરુચરણ સિંહ લાપતા થયા બાદ હવે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના પ્રોડ્યુસર અસિત કુમાર મોદી (Asit Kumar Modi) એ મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું હતું કે “હું તેમને છ-સાત મહિના પહેલા જ મળ્યો હતો”.
અસિત કુમાર મોદીએ ગુરુચરણ સિંહ જ્યારે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં રોશન સિંહ સોઢીનું પાત્ર ભજવતા હતા તે પળોને પણ યાદ કરી હતી. અસિત મોદીએ હાલમાં કહ્યું હતું કે “ગુરુચરણ સિંહ (Gurucharan Singh) દરેક લોકો સાથે સારું વર્તન કરતાં હતા અને તે સૌની સાથે પ્રેમથી વાત કરતાં હતા. તેઓ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છોડ્યા બાદ પણ મારી સાથે સંપર્કમાં હતા”. ગુરુચરણ સિંહ 22 એપ્રિલે લાપતા થયા હતા. તેઓ દિલ્હી જવા માટે મુંબઈ એરપોર્ટ આવ્યા હતા, પરંતુ તેમણે કોઈપણ ફ્લાઇટ નહીં લેતા તેઓ લાપતા થઈ ગયા હતા.
ADVERTISEMENT
ગુરુચરણ સિંહનું અચાનકથી લાપતા થઈ જવું તે ખૂબ જ દુઃખદ અને ચોંકાવનારી ઘટના છે. તેઓ તેમના પરિવારની ખૂબ નજીક હતા. તેમના પર તેમના માતા-પિતાની મોટી જવાબદારી હતી. અમે બંને કદીયે એકબીજા સાથે એકદમ પર્સનલ નહોતા, તેમ છતાં હું તેમના બાબતે જાણું છું કે તેઓ ખૂબ જ ધાર્મિક વ્યક્તિ હતા. તેઓ કોરોના મહામારી દરમિયાન શોમાંથી બહાર પડ્યા હતા, પણ તે બાદ પણ અમારા વચ્ચે સારા સંબંધો હતા, એવું અસિત મોદીએ કહ્યું હતું.
અસિત મોદીએ (Asit Kumarr Modi) કહ્યું હતું કે તે છ-સાત મહિના પહેલા જ ગુરુચરણ સિંહને (Gurucharan Singh Missing) મળ્યા હતા. તેમણે કહ્યું કે “ગુરુચરણ સિંહ હંમેશા તેમના મોઢા પર એક સ્માઇલ રાખીને મને અને દરેકને મળતા હતા. મને નથી ખબર કે તેઓ આ રીતે ગાયબ કેમ થઈ ગયા, તેમની સાથે એવું શું બન્યું હશે? આ મામલે તેમના પરિવારે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે અને આગળ તપાસ ચાલી રહ્યો છે. તપાસમાં સારા જ સમાચાર આવશે એવો મને વિશ્વાસ છે. હું ભગવાનને પ્રાર્થના કરું છું કે તેઓ સુરક્ષિત રહે અને તેમનો ફોન ઉપાડે”.
ગુરુચરણ સિંહે તેમને શોમાં કામ કરવાના પૈસા નહીં મળતા તેમણે શો છોડ્યો હતો એવા પણ અનેક સમચાર સામે આવ્યા હતા, પણ અસિત મોદીએ આ બધા દાવાને ફગાવી કાઢ્યા હતા. “એવું કંઈ નહોતું. કોરોનાના સમયમાં મુશ્કેલ અને ટેન્શનનો સમય હતો, શૂટિંગ પણ બંધ થઈ ગયું હતું અને અમને શો આગળ ચાલશે કે નહીં તે અંગે પણ કોઈ માહિતી નહોતી. આસપાસની દુનિયા સાથે દરેક માટે તે સમય અત્યંત મુશ્કેલ ભર્યો હતો”, એમ અસિત મોદીએ કહ્યું હતું.

