પોસ્ટેડ દોઢસોથી વધુ જવાનોએ રાખડી બંધાવી હતી અને BSFની મહિલા ઑફિસરોએ મુંબઈથી ગયેલા ભારત વિકાસ પરિષદના ભાઈઓને રાખડી બાંધી હતી
BSFના જવાનોને રાખડી બાંધતાં મુંબઈકર અલ્પા નિર્મલ, એમ. એસ. બિટ્ટાને રાખડી બાંધતાં BSFનાં લેડી ઑફિસર.
ભારત વિકાસ પરિષદની દાદર-માટુંગા શાખા દ્વારા ગઈ કાલે પશ્ચિમ બંગાળની બંગલાદેશની ઉત્તરીય સરહદ પર હિલી બૉર્ડર આઉટપોસ્ટ પર બૉર્ડર સિક્યૉરિટી ફોર્સ (BSF)ના જવાનો સાથે રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી. અહીં પોસ્ટેડ દોઢસોથી વધુ જવાનોએ રાખડી બંધાવી હતી અને BSFની મહિલા ઑફિસરોએ મુંબઈથી ગયેલા ભારત વિકાસ પરિષદના ભાઈઓને રાખડી બાંધી હતી. આ સેલિબ્રેશનમાં ઑલ ઇન્ડિયા ઍન્ટિ-ટેરરિસ્ટ ફ્રન્ટના, ઝિંદા શહીદ કહેવાતા એમ. એસ. બિટ્ટા પણ દિલ્હીથી જોડાયા હતા.


