Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મલાડમાં અંડરવર્લ્ડ ડોન છોટા રાજનને જન્મદિવસની શુભેચ્છા પાઠવતા પોસ્ટર લાગ્યા, છ લોકોની ધરપકડ

મલાડમાં અંડરવર્લ્ડ ડોન છોટા રાજનને જન્મદિવસની શુભેચ્છા પાઠવતા પોસ્ટર લાગ્યા, છ લોકોની ધરપકડ

16 January, 2023 12:46 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

ધરપકડ કરાયેલા લોકોમાંથી એક આ પ્રસંગે કબડ્ડી ટુર્નામેન્ટનું આયોજન કરવાનો હતો. તસવીર વાયરલ થયા બાદ પોલીસને મલાડ ઈસ્ટમાં આ પોસ્ટર મળી આવ્યું હતું

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર


મુંબઈ પોલીસે (Mumbai Police) શનિવારે મલાડ (Malad)માં અંડરવર્લ્ડ ડોન છોટા રાજન (Chhota Rajan)ને જન્મદિવસની શુભેચ્છા પાઠવતા પોસ્ટર લગાવવા બદલ છ લોકોની ધરપકડ કરી હતી. ધરપકડ કરાયેલા લોકોમાંથી એક આ પ્રસંગે કબડ્ડી ટુર્નામેન્ટનું આયોજન કરવાનો હતો. તસવીર વાયરલ થયા બાદ પોલીસને મલાડ ઈસ્ટમાં આ પોસ્ટર મળી આવ્યું હતું. તેને તાત્કાલિક દૂર કરવામાં આવ્યું હતું.

ગેંગસ્ટરની તસવીર સાથેના પોસ્ટરમાં લખ્યું છે કે “છોટા રાજનના (નાના) જન્મદિવસ નિમિત્તે શનિવાર અને રવિવારે બે દિવસીય કબડ્ડી ટુર્નામેન્ટ યોજાશે.” તેમ જ રમતગમતના કાર્યક્રમમાં “આદરણીય મહાનુભાવોનું સ્વાગત” કર્યું હતું. મુંબઈ લાઈવના એક અહેવાલ મુજબ પુરુષોની ઓળખ 26 વર્ષીય આયોજક સાગર ગોલે ઉપરાંત રાકેશ ગાડીગાંવકર, રાજ ગોલે, ગૌરવ ચવ્હાણ, વિદ્યા કદમ અને દીપક સકપાલ તરીકે કરવામાં આવી છે. કુરાર વિલેજ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે.



છોટા રાજનની વર્ષ 2015માં ઇન્ડોનેશિયાના બાલીમાંથી ધરપકડ કરાયા બાદ ભારત મોકલવામાં આવ્યો હતો. 2018માં તેને મિડ-ડે (mid-day)ના પત્રકાર 2011માં પત્રકાર જે ડેની હત્યા માટે તેને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. તે હાલમાં તિહાર જેલમાં બંધ છે અને ખંડણી, હત્યા, દાણચોરી, ડ્રગ્સની હેરાફેરી સહિતના અનેક કેસોમાં ટ્રાયલનો સામનો કરી રહ્યો છે. તે અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમનો ભૂતપૂર્વ મુખ્ય સાથી હતો.


ઉલ્લેખનીય છે કે 13 જાન્યુઆરી, 2023ના રોજ મુંબઈના તિલક નગર વિસ્તારમાં અંડરવર્લ્ડ ડોન છોટા રાજનનો જન્મદિવસ કેક કાપીને ઊજવવામાં આવ્યો હતો. વીડિયો વાયરલ થયા બાદ, તિલક નગર પોલીસે શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે) જૂથના નવી મુંબઈ સંપર્ક વડા નિલેશ પરાડકર ઉર્ફે અપ્પાની ધરપકડ કરી અને તેને કોર્ટમાં રજૂ કર્યો હતો.

આ પણ વાંચો: રેલિંગ કે નો રેલિંગ, ફુટપાથના રાજ્જા તો ફેરિયાઓ જ છે...


મુંબઈ પોલીસે કર્યો ભેળસેળ વાળું દૂધ બનાવટી ગેંગનો ભાંડાફોડ

અગાઉ મુંબઈ પોલીસની ઇકૉનૉમિક ઑફેન્સિસ વિન્ગની ક્રાઇમ બ્રાન્ચ (સીબી) કન્ટ્રોલ ટીમે મુંબઈ એફડીએના અધિકારીઓ સાથે મળીને સમતાનગર વિસ્તારમાં આવેલી એક સોસાયટીના ફ્લૅટમાં છાપો મારીને ૧૦૪૧ લિટર ભેળસેળવાળું દૂધ જપ્ત કર્યું હતું. આ ભેળસેળવાળું દૂધ ગોકુલ અને અમૂલ જેવી મોટી બ્રૅન્ડેડ કંપનીની થેલીમાં પૅક કરીને આસપાસના વિસ્તારોમાં સપ્લાય કરવામાં આવતું હતું. આ કેસમાં સીબી કન્ટ્રોલ ટીમે સમતાનગર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને ચાર પુરુષ અને એક મહિલા સહિત પાંચ જણની ધરપકડ કરી છે.

Whatsapp-channel Whatsapp-channel

16 January, 2023 12:46 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK