Pakistani Resident kills wife and suicides: નવી મુંબઈના ખારઘર નોડમાં એક 45 વર્ષીય પાકિસ્તાની નાગરિકે તેની 35 વર્ષીય પત્નીની ચાકુ મારીને હત્યા કરી દીધી હતી. બાદમાં તેણે આત્મહત્યા કરી લીધી. પાકિસ્તાની દંપતીની ઓળખ સંજય સચદેવ અને સપના નોટનદાસ તરીકે થઈ.
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: મિડ-ડે)
નવી મુંબઈના ખારઘર નોડમાં એક 45 વર્ષીય પાકિસ્તાની નાગરિકે તેની 35 વર્ષીય પત્નીની ચાકુ મારીને હત્યા કરી દીધી હતી. બાદમાં તેણે આત્મહત્યા કરી લીધી. પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, પાકિસ્તાની દંપતીની ઓળખ સંજય સચદેવ અને સપના નોટનદાસ તરીકે થઈ છે. ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ પ્રશાંત મોહિતેએ જણાવ્યું હતું કે સોમવારે આ દંપતી તેમના ભાડાના ફ્લેટમાં લોહીથી લથપથ હાલતમાં મળી આવ્યું હતું.
સોમવારે મૃતક મહિલાની બહેન ફ્લેટની મુલાકાતે આવી હતી જ્યારે તેનો ફોન આવ્યો ન હતો. જ્યારે તે તેના ઘરે પહોંચી ત્યારે તેને ઘટનાની જાણ થઈ. ડૉક્ટરે સપના નોટનદાસને ઘટનાસ્થળે જ મૃત જાહેર કરી હતી, જ્યારે તેના પતિનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું.
ADVERTISEMENT
દેશની આર્થિક રાજધાની મુંબઈમાં રહેતા એક પાકિસ્તાની નાગરિકે આત્મહત્યા કરી છે. અહેવાલ મુજબ, સોમવારે આ વ્યક્તિએ પહેલા તેની પત્નીની હત્યા કરી અને પછી પોતે પણ આત્મહત્યા કરી લીધી. જો કે, સમગ્ર મામલો હજી ઉકેલાયો નથી, પરંતુ પરિવારના સંબંધીઓએ પ્રાથમિક તપાસમાં જણાવ્યું હતું કે દંપતી આર્થિક સમસ્યાઓનો સામનો કરી રહ્યું હતું અને તેઓ પાકિસ્તાન જવાની પણ તૈયારી કરી રહ્યા હતા.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, પાકિસ્તાની નાગરિક નોટન દાસ ઉર્ફે સંજય સચદેવ અને તેની પત્ની સપના નોટન દાસ થોડા મહિના પહેલા તેમના 10 અને 6 વર્ષના બે બાળકો સાથે લૉન્ગ ટર્મ વિઝા પર ભારત આવ્યા હતા.
પોલીસના જણાવ્યા અનુસાર, પાકિસ્તાની દંપતી ભારત આવ્યા ત્યારથી આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યું હતું અને તાજેતરમાં જ આર્થિક સંકટને લગતા ઘરેલુ વિવાદોને કારણે તેમની વચ્ચે ઝઘડો શરૂ થયો હતો. સપનાની બહેન ભારતીય નાગરિક છે અને તે બંનેને મદદ કરતી હતી.
મુંબઈની ખારઘર પોલીસના જણાવ્યા અનુસાર, સોમવારે, જ્યારે એક પાકિસ્તાની દંપતીનો નાનો પુત્ર શાળાએથી પાછો ફર્યો, ત્યારે તેણે ખારઘર સેક્ટર-34 બિલ્ડિંગમાં તેના ફ્લેટનો દરવાજો અંદરથી બંધ જોયો, જ્યારે તે સમયે તેનો મોટો ભાઈ શાળામાં હતો.
સંજયનું હૉસ્પિટલમાં થયું મૃત્યુ
નાના દીકરાએ તેના પડોશીઓને ફોન કર્યો, જેમણે સપનાની ભારતમાં રહેતી બહેનને જાણ કરી. થોડા સમય પછી, જ્યારે બહેન ફ્લેટ પર પહોંચી અને પોલીસની મદદથી દરવાજો ખોલ્યો, ત્યારે તેણે જોયું કે પતિ-પત્ની બંને લોહીથી લથપથ પડેલા હતા. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે સંજય શ્વાસ લઈ રહ્યો હતો. તેને નજીકની હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, જ્યાં તેનું મૃત્યુ થયું.
ખારઘર પોલીસ સ્ટેશનના અન્ય એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે પૉસ્ટમોર્ટમ રિપોર્ટના આધારે એવું અનુમાન લગાવી શકાય છે કે સચદેવે સપનાની ગરદન, પીઠ અને ખભા પર છરીથી હુમલો કર્યો હશે અને બાદમાં તેણે તે જ હથિયારથી પોતાની ગરદન પર હુમલો કર્યો હશે. સપનાની બહેને પોલીસને જણાવ્યું હતું કે તેની બહેન અને સાળા આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હતા. તેથી, આ ઘટના પાછળનું કારણ આ હોઈ શકે છે.
૨૨ એપ્રિલના રોજ પહલગામ આતંકવાદી હુમલા પછી, વિદેશ મંત્રાલયે પાકિસ્તાનથી આવતા નાગરિકોને લૉન્ગ ટર્મ વિઝા (LTV) સિવાયના તમામ પાકિસ્તાની નાગરિકોના વિઝા સસ્પેન્ડ કરી દીધા હતા. આ કારણોસર, આ પરિવાર હજી પણ ભારતમાં રહેતો હતો.

