પાંચમી મૅરેજ ઍનિવર્સરી પર જસપ્રીત બુમરાહને બેસ્ટ ફ્રેન્ડ ગણાવીને પત્ની સંજના ગણેશને લખ્યું...
તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા
સ્પોર્ટ્સ પ્રેઝન્ટર અને જસપ્રીત બુમરાહની પત્ની સંજના ગણેશને પાંચમી મૅરેજ ઍનિવર્સરી પર ઇમોશનલ પોસ્ટ શૅર કરી હતી. તેણે ગઈ કાલે સોશ્યલ મીડિયા પોસ્ટમાં જસપ્રીત બુમરાહ સાથેના રોમૅન્ટિક ફોટો શૅર કરીને લખ્યું હતું, ‘જીવન આપણને ગમે ત્યાં લઈ જાય, દુનિયા ગમે એટલી ઘોંઘાટભરી હોય પરંતુ તું, હું અને એ આલિંગન જે ઘર જેવું લાગે છે એ હંમેશાં રહેશે.’
સંજનાએ વધુમાં લખ્યું હતું કે ‘મારા બેસ્ટ ફ્રેન્ડ સાથેનાં પાંચ વર્ષ પૂરાં થયાં. તું હંમેશાં મારી ફેવરિટ વાર્તા રહ્યો છે.’
ADVERTISEMENT
ગઈ કાલે જસપ્રીત બુમરાહે પણ સંજના સાથેના ફોટો શૅર કર્યા હતા. જોકે તેણે કોઈ મોટી કૅપ્શનને બદલે માત્ર હૅપી ઍનિવર્સરી લખ્યું હતું. બન્નેએ ૨૦૨૧માં ગોવામાં એક પ્રાઇવેટ સેરેમની યોજીને લગ્ન કર્યાં હતાં. સપ્ટેમ્બર ૨૦૨૩માં આ કપલના જીવનમાં દીકરા અંગદની એન્ટ્રી થઈ હતી.
