Navratri Double Dhamaka: તમારી ડાન્સિંગ ટેલેન્ટ બતાડી જીતો ઇનામો
સમીર અને અર્ષ તન્ના જજ કરશે તમારા ડાન્સ વીડિયોઝ
આજે નવરાત્રીનો બીજો દિવસ છે અને ઢગલા બંંધ શુભેચ્છાઓ અને ઉલ્લાસના વાતાવરણને કારણે લૉકડાઉનમાં કંટાળેલા અને માસ્ક પહેરીને સલામત રહેલા આપણાં મને અને હૈયા હવે તહેવારના મોડમાં એકદમ સેટ થઇ ગયા છે. તમે નવરાત્રી મિસ ન કરો અને તમારો આ ઉત્સાહ જળવાઇ રહે એટલા માટે જ તો ગુજરાતી મિડ-ડે ડિજિટલ ન્યુઝપેપર તમારે માટે લાવ્યું છે નૈતિક નાગડા સાથે રાસ-ગરબાની રમઝટ.
ADVERTISEMENT
તમારો પ્રતિસાદ અમને ખુશખુશાલ કરી રહ્યો છે અને અમે જ નહીં પણ તમારા ગમતા જજીઝ સમીર અને અર્ષ તન્નાને તમારા ક્રિએટિવ વીડિયોઝ જોઇને મજા પડી રહી છે અને જેમણે હજી પોતાના વીડિયો નથી મોકલ્યા એ લોકોને રાહ જોવાનું ટાળવું જોઇએ અને મસ્ત મજાના ડાન્સ વીડિયોઝ મોકલવા જોઇએ જેથી તમારી ટેલેન્ટ થકી તમે બની શકો દાંડિયા સ્ટાર. તમે મિડ-ડે નવરાત્રિ 2020 કોન્ટેસન્ટમાં પણ ભાગ ન લીધો હોય તો પ્લીઝ જરાય રાહ ન જોતા અને આજે જ તમારો વીડિયો મોકલી આપજો કારણકે આજે છે છેલ્લો દિવસ, તમારી એન્ટરીઝ મોકલવાનો.