Mumbai Viral Video: મુંબઈમાં ઑટો-રિક્ષાની છત પર ડોગની ચિંતા કર્યા વગર રૉડ પર ફેરવવામાં આવતા જ આ વિડીયો પર અનેક પ્રતિક્રિયાઓ આવી રહી છે.
વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ
હાલમાં સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ (Mumbai Viral Video) થયો છે. જેમાં મુંબઈની ઑટો રિક્ષાની છત પર ઊભા રહીને એક ડોગને મુસાફરી કરવી પડી હતી.
કહેવાઈ રહ્યું કે આ જે વિડીયો છે તે જુહુ વિસ્તારનો છે. વિડીયોમાં જોઈ શકાય છે કે રિક્ષાપર એક ડોગ ઊભો છે. અને રિક્ષાવાળો બિન્દાસ રૉડ પર રિક્ષા ચલાવી રહ્યો છે. જોકે, આ વિડીયોને લઈને પ્રાણીપ્રેમીઓમાં ભારે રોષ ફેલાયો છે.
ADVERTISEMENT
આ વાયરલ વિડીયોમાં શું જોવા મળી રહ્યું છે?
આ વિડીયો (Mumbai Viral Video)ની વાત કરવામાં આવે તો ઑટો-રિક્ષાની છત પર એક ડૉગ ઉભેળો છે, ડ્રાઈવર તેની ચિંતા કે પરવા કર્યા વગર વાહનને શરૂ કરી દે છે. અને પછી તે રૉડ પર બિન્દાસ ચલાવતો જોવા મળે છે.
View this post on Instagram
શરૂઆતમાં વિઝ્યુઅલ્સમાં જોઈ શકાય છે કે સવારનો વખત છે અને ડૉગને જોખમી રીતે બધે ફેરવવામાં આવી રહ્યો છે. ત્યારબાદ થોડી જ વારમાં દૃશ્ય બદલાય છે અને રાતનો સમય છે તેમાં પણ ડૉગને મુંબઈ શહેરમાં ટ્રાફિકની વચ્ચે રિક્ષાની છત પર ઊભો રાખીને હેરાન કરવામાં આવી રહ્યો છે.
આવી રીતે મુંબઈમાં ઑટો-રિક્ષાની છત પર ડોગની ચિંતા કર્યા વગર રૉડ પર ફેરવવામાં આવતા જ આ વિડીયો (Mumbai Viral Video)ને અનેક લોકો શૅર કરી રહ્યા છે. નેટિઝન્સ તેની પર રોષ ઠાલવી રહ્યા છે, અને ખાસ કરીને તો આ ઑટો-રિક્ષાનાં ડ્રાઈવર સામે કાર્યવાહી થવી જોઈએ એવી પણ માંગ કરી રહ્યા છે. આ જે રિક્ષા છે તેનો રજીસ્ટ્રેશન નંબર "MH48 N309" પણ દેખાઈ રહ્યો છે.
પોલીસ કોન્સ્ટેબલ સુધીર કુડાલકર અને અભિનેત્રી ભૂમિ પેડનેકરની પણ પ્રતિક્રિયા આવી છે. તેઓએ આ વિડીયો શૅર કરતાં કેપ્શનમાં જણાવ્યું હતું કે, “આ હ્રદયદ્રાવક દૃશ્ય છે. એક ઑટો-રિક્ષાની છત પર નિર્દોષ શ્વાન હોઈ તેની સાથે અસુરક્ષિત અને જોખમો સામે ડ્રાઇવિંગ કરવામાં આવી રહ્યું છે.. કોઈ પટ્ટો નથી, કોઈ સલામતીનું પણ ધ્યાન રાખવામાં આવ્યું નથી, માત્ર એક બેદરકાર કૃત્ય જેણે મને આંચકો આપ્યો છે.
View this post on Instagram
Mumbai Viral Video: આ પ્રાણીઓ કૈં મોજ શોખ કે તમારા ડેકોરેશન માટે નથી. તેઓ જીવ છે, જે આપણી જેમ જ ડર, પીડા અને પ્રેમની લાગણી આભુભવે છે. જ્યારે પાલતુ પ્રાણીઓ સાથે આ રીતે વર્તન કરવામાં આવે છે તે સંવેદનશીલ અને અસુરક્ષિત છે. તે માત્ર બેજવાબદાર નથી; તે અમાનવીય છે.”
કોઈએ કમેન્ટ કરી છે કે, “જો ઓટો નંબર પ્લેટની નોંધ વિડીયો બનાવનાર દ્વારા કરવામાં આવી હોય તો શું આ વ્યક્તિ સામે કોઈ કાર્યવાહી ન થઈ શકે? મનુષ્ય તો જાણે આ જીવો માટે કલંકરૂપ બન્યો છે. ન તો આપણે શાંતિથી જીવીએ છીએ અને ન તો બીજાને જીવવા દઈએ છીએ.”


