Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મુંબઈ પોલીસે છેલ્લા પાંચ મહિનામાં ૪૭૩ કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડ્યું

મુંબઈ પોલીસે છેલ્લા પાંચ મહિનામાં ૪૭૩ કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડ્યું

Published : 25 June, 2024 10:30 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઓડિશાથી લાવવામાં આવેલા બે કરોડના ૧૧૧ કિલો ગાંજા સાથે ચારની ધરપકડ

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

પ્રતીકાત્મક ફાઇલ તસવીર


મુંબઈ અને પુણેમાં વેચવા માટે મોટા પ્રમાણમાં ગાંજાનો સ્ટૉક આવવાનો છે એવી પાકી માહિતીના આધારે મુંબઈ ઍ​ન્ટિ-નાર્કોટિક્સ સેલના અધિકારીઓએ એના પર નજર રાખી હતી. જોકે આરોપીઓ અવારનવાર તેમનાં લોકેશન અને મોબાઇલ બદલતા રહેતા હોવાથી તેમને ઝડપી લેવામાં મુશ્કેલી થઈ રહી હતી. આખરે અહમદનગરના પાથર્ડી પાસેથી બે વાહનોને રોકી કાર્યવાહી કરીને આરોપીઓને પકડવામાં આવ્યા હતા. એ કાર્યવાહી અંતર્ગત બે કરોડ રૂપિયાનો ૧૧૧ કિલો ગાંજો પકડવામાં આવ્યો હતો અને આ સંદર્ભે પુણેના ચાર આરોપીઓને ઝડપી લેવાયા હતા.  
મુંબઈ પોલીસે છેલ્લા પાંચ મહિનામાં ૪૭૩ કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડી પાડ્યું છે. આ સંદર્ભે કુલ ૫૭૦ ગુના નોંધી ૬૮૬ જણ સામે કાર્યવાહી કરવામાં આવી છે. આમાં સૌથી વધુ ગુના ગાંજો અને મેફેડ્રોન (MD) ડ્રગ્સના નોંધાયા છે. ગાંજાના ૩૫૧ ગુના નોંધાયા છે અને એ બદલ ૩૭૦ જણ સામે કાર્યવાહી કરાઈ છે, જ્યારે MD ડ્રગ્સના ૧૨૬ ગુના નોંધાયા છે અને એ માટે ૧૯૩ જણ સામે કાર્યવાહી કરવામાં આવી છે. એ સિવાય હેરોઇનના ૧૦, કોકેનના ૧૮ અને ચરસના ૨૫ ગુના નોંધવામાં આવ્યા છે. 


Whatsapp-channel Whatsapp-channel

25 June, 2024 10:30 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK