Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ઑનલાઇન ઍપથી બાઇક બીજા રાજ્યમાં મોકલવા માગતા હો તો રહેજો સાવધાન

ઑનલાઇન ઍપથી બાઇક બીજા રાજ્યમાં મોકલવા માગતા હો તો રહેજો સાવધાન

Published : 23 June, 2024 07:27 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પોલીસે ગઈ કાલે મલાડમાંથી ૩૫ વર્ષના લક્ષ્મણ ધોત્રે નામના આરોપી પાસેથી ૧૪ બાઇક જપ્ત કરી છે.

આરોપી ચોર સાથે કુરાર પોલીસની ટીમ.

આરોપી ચોર સાથે કુરાર પોલીસની ટીમ.


મલાડ-ઈસ્ટમાં આવેલી કુરાર વિલેજ પોલીસે પોર્ટલ નામની ઍપ બનાવીને એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં મોકલવા આપનારા કસ્ટમરોની બાઇક ચોરી કરવાવાળી ગૅન્ગના એક આરોપીની ધરપકડ કરી છે. પોલીસે ગઈ કાલે મલાડમાંથી ૩૫ વર્ષના લક્ષ્મણ ધોત્રે નામના આરોપી પાસેથી ૧૪ બાઇક જપ્ત કરી છે. કુરાર પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર શશિકાંત જગદાળેએ કહ્યું હતું કે ‘આરોપીએ વાહન ટ્રાન્સપોર્ટ કરવા માટેની બોગસ પોર્ટલ ઍપ બનાવી હતી. મલાડમાં રહેતી એક વ્યક્તિએ પોતાની બાઇક રાજસ્થાન મોકલવા માટે આરોપીને સોંપી હતી, પરંતુ એ રાજસ્થાન પહોંચી નહોતી એટલે ૧૯ જૂને બાઇકચોરીની ફરિયાદ નોંધાવી હતી. અમે બાદમાં આરોપીની ધરપકડ કરી હતી. અમારી તપાસમાં જણાયું હતું કે બોગસ પોર્ટલ ઍપ બનાવીને બાઇકની ચોરી કરીને વેચી નાખતી ઇન્ટરસ્ટેટ ગૅન્ગ સક્રિય છે. આરોપીઓ લોકોનો સામેથી ફોન કરીને અથવા ઍપના માધ્યમથી બાઇક બીજા રાજ્યમાં મોકલવા માટે સંપર્ક કરતા હતા. આથી આવી રીતે કોઈને ફોન આવે તો સાવધાન. તમારી બાઇક ચોરી થઈ શકે છે.’


Whatsapp-channel Whatsapp-channel

23 June, 2024 07:27 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK