મુંબઈ પોલીસે રૅપિડો અને ઉબર બાઇક-ટૅક્સી કંપની વિરુદ્ધ કેસ દાખલ કર્યો
પ્રતીકાત્મક તસવીર
મુંબઈમાં ચાલતી રૅપિડો અને ઉબર પાસે બાઇક-ટૅક્સી સર્વિસ ચલાવવાની પરવાનગી ન હોવાથી અત્યારે ચાલતી બાઇક-ટૅક્સી ગેરકાયદે હોવાનું મુંબઈ પોલીસે નોંધ્યું હતું જેને પગલે મુંબઈ પોલીસે આઝાદ મેદાન પોલીસ-સ્ટેશનમાં આ બન્ને કંપની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. રીજનલ ટ્રાન્સપોર્ટ ઑફિસ (RTO)ના કમિશનરના ધ્યાનમાં આવ્યું હતું કે આ કંપનીઓ રાજ્ય સરકાર કે RTOનાં જરૂરી લાઇસન્સ અને પરવાનગી વગર ગેરકાયદે રીતે મુસાફરોનું પરિવહન કરે છે. તેમને પકડવા માટે RTO ઇન્સ્પેક્ટરે મુસાફર બનીને અમુક રાઇડ્સ બુક કરી હતી અને આ સંદર્ભે બધી વિગતો મેળવી હતી. ત્યાર બાદ મંગળવારે RTO અધિકારીએ પોલીસને વિગતો આપી હતી જેના પગલે મુંબઈ પોલીસે બન્ને કંપની વિરુદ્ધ મોટર વેહિકલ ઍક્ટની વિવિધ કલમો અને છેતરપિંડીના ગુના હેઠળ કેસ દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
વાહ! ક્યા પોઝ હૈ
ADVERTISEMENT

ગઈ કાલે દાદરના દરિયાકિનારે, બાંદરા-વરલી સી-લિન્કના બૅકડ્રૉપ સાથે પોતાની ફીમેલ ફ્રેન્ડનો ફોટો પાડતો એક યુવાન. તસવીર : આશિષ રાજે


