ચાર મેટ્રો લાઇનના સેન્ટ્રલ મેઇન્ટેનન્સ અને ઑપરેશન્સનું હબ બનશે. એનું કામ ટૂંક સમયમાં શરૂ થવાનું MMRDAના એક અધિકારી જણાવ્યું હતું.
પ્રતીકાત્મક તસવીર
મુંબઈ મેટ્રોપૉલિટન રીજન ડેવલપમેન્ટ ઑથોરિટી (MMRDA)એ મોઘરપાડામાં મુંબઈ મેટ્રો લાઇન માટેનો સૌથી મોટો ડેપો બનાવવાની તૈયારી શરૂ કરી દીધી છે. એના માટે મોઘરપાડામાં ૧૭૪ હેક્ટર જમીન આરક્ષિત કરી લેવામાં આવી છે. અહીં ચાર મેટ્રો લાઇનના સેન્ટ્રલ મેઇન્ટેનન્સ અને ઑપરેશન્સનું હબ બનશે. એનું કામ ટૂંક સમયમાં શરૂ થવાનું MMRDAના એક અધિકારી જણાવ્યું હતું.
મેટ્રો લાઇન 4, 4A, 10 અને 11 લાઇનો માટે ૬૪ સ્ટેબલિંગ લાઇન, ૨૦ મેઇન્ટેનન્સ લાઇન, કન્ટ્રોલ સેન્ટર, ઑટોમેટેડ ટ્રેન વૉશ સિસ્ટમ સહિત અન્ય સર્વિસની વ્યવસ્થા આ ડેપોમાં રહેશે. આ પ્રોજેક્ટ માટે ૯૦૫ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. આ ચારેય મેટ્રો લાઇન કુલ ૫૬ કિલોમીટરનો માર્ગ કવર કરશે.

