મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, MMRDAના કમિશનર ડૉ. સંજય મુખરજી અને જપાનના કૉન્સલ જનરલ કોજી યાગીએ આ બદલના અલૉટમેન્ટ લેટર સુમિટોમો અને બ્રુકફીલ્ડના પ્રતિનિધિઓને આપ્યા હતા.
પ્રતીકાત્મક તસવીર
બુલેટ ટ્રેન અને વર્લ્ડ ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને કારણે બાંદરા–કુર્લા કૉમ્પ્લેક્સ (BKC) ભારતના ગ્લોબલ ફાઇનૅન્શિયલ હબ તરીકે ઊભરી રહ્યું છે ત્યારે મુંબઈ મેટ્રોપૉલિટન રીજન ડેવલપમેન્ટ ઑથોરિટી (MMRDA)એ BKCના ત્રણ પ્રાઇમ પ્લૉટનું ટેન્ડર દ્વારા વેચાણ કરીને હવે એનું અલૉટમેન્ટ કર્યું છે. આ દ્વારા એણે ૩૮૪૦.૪૯ કરોડ રૂપિયાની આવક ઊભી કરી છે. મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, MMRDAના કમિશનર ડૉ. સંજય મુખરજી અને જપાનના કૉન્સલ જનરલ કોજી યાગીએ આ બદલના અલૉટમેન્ટ લેટર સુમિટોમો અને બ્રુકફીલ્ડના પ્રતિનિધિઓને આપ્યા હતા.
MMRDA દ્વારા BKCના ત્રણ પ્લૉટ C13-, C19- અને C80- અલૉટ કરવામાં આવ્યા છે.


