Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > Mumbai Crime: હે ભગવાન! સિદ્ધિવિનાયક મંદિરના કર્મચારીએ દાનપેટીમાંથી સેરવ્યા ૧૦ હજાર

Mumbai Crime: હે ભગવાન! સિદ્ધિવિનાયક મંદિરના કર્મચારીએ દાનપેટીમાંથી સેરવ્યા ૧૦ હજાર

Published : 22 March, 2026 02:09 PM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Mumbai Crime: સિદ્ધિવિનાયક મંદિરમાં આવેલ પૂજારીકક્ષમાં રહેલ દાનપેટીમાંથી દસ હજાર રૂપિયાની ચોરી થઈ હતી. આ ઘટના મંદિરના વહીવટતંત્રમાં સામેલ એક મહિલા અધિકારીના ધ્યાનમાં આવી હતી.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


મુંબઈના પ્રભાદેવી વિસ્તારમાં આવેલ જાણીતા સિદ્ધિવિનાયક મંદિરમાંથી એક ચિંકાવનારો કિસ્સો (Mumbai Crime) સામે આવ્યો છે. ઘોર કલયુગનું વરવું રૂપ જાણે સામે આવ્યું છે. હા, આ સુપ્રસિદ્ધ મંદિરમાં ચોરીનો મામલો સામે આવ્યો છે. એ પણ મંદિરના કર્મચારી દ્વારા જ મંદિરની દાનપેટી પર ખરાબ નજર કરવામાં આવી છે. આ ઘટના મંદિરના સીસીટીવી કેમેરામાં કેદ થતાં ભારે હોબાળો મચી ગયો હતો. આ મામલો સામે આવતા જ દાદર પોલીસમાં આ બાબતે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરવામાં આવી છે. અન્ય ઘણા લોકો આ કાવતરામાં સામેલ હોવાની શંકા છે. પોલીસ હાલમાં આ કેસમાં વધુ તપાસ કરી રહી છે.

અહેવાલો મળી રહ્યા છે કે મુંબઈના  જાણીતા સિદ્ધિવિનાયક મંદિરમાં આવેલ પૂજારીકક્ષમાં રહેલ દાનપેટીમાંથી દસ હજાર રૂપિયાની ચોરી (Mumbai Crime) થઈ હતી. આ ઘટના મંદિરના વહીવટતંત્રમાં સામેલ એક મહિલા અધિકારીના ધ્યાનમાં આવી હતી. આ મહિલાએ તરત જ આ માહિતી મંદિર પ્રશાસનમાં સામેલ બીજા અધિકારીઓને કરી હતી અને ત્યારબાદ આ ચોરીનો ભેદ ઉકેલવા સીસીટીવી ફૂટેજના તપાસ કરવા માટે જણાવ્યું હતું.



સીસીટીવીમાંથી ઊઘડ્યું સત્ય


મહિલાની વાત પર મંદિરના વહીવટીતંત્રે છેલ્લા ૮-૧૦ દિવસના સીસીટીવી ફૂટેજની તપાસ (Mumbai Crime) કરી હતી. સીસીટીવી કેમેરામાં રીતસરની દાનપેટીમાંથી ચોરી થતાં જોવા મળી હતી. આ દૃશ્ય જોતાં જ સૌ હક્કા બક્કા રહી ગયા હતાં. ચોરીનું સત્ય સામે આવ્યું હતું.  મંદિરના કર્મચારીઓ જ દાનપેટીમાંથી પૈસા સેરવી લેતા હોવાની ધક્કાદાયક માહિતી મળી છે.

એવી પણ માહિતી મળી રહી છે કે મંદિરમાં આવું છેલ્લા ઘણા સમયથી થઈ રહ્યું છે. આ કેસમાં ૫-૬ લોકોની સંડોવણી હોવાની શંકા છે.  પોલીસે (Mumbai Crime) મુખ્ય આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.


કોણ છે મુખ્ય આરોપી?

સિદ્ધિવિનાયક મંદિરમાં દાનપેટીમાંથી પૈસા સેરવી લેવાના કેસમાં જે મુખ્ય આરોપીની ધરપકડ કરાઇ છે તેની ઓળખ રાજેન્દ્ર પેંઢુરકર તરીકે થઈ છે. તે લોઅર પરેલનો રહેવાસી છે. આરોપીએ કથિત રીતે રૂ. ૧૦,૦૦૦ની રકમ દાન પેટીમાંથી સેરવી લીધી હતી.

મંદિરપ્રશાસન શું કહે છે?

મંદિરના ટ્રસ્ટીમંડળના પ્રમુખ સદા સરવણકરે જણાવ્યું હતું કે, "પેંઢુરકર મંદિરમાં પરમેનન્ટ કર્મચારી તરીકે કામ કરતો હતો. મંદિર પરિસરમાં અંદર ઘણે ઠેકાણે દાનપેટીઓ મૂકવામાં આવેલ છે. સાંજે કર્મચારીઓ દ્વારા બધી દાનપેટીઓને બીજા માળે મૂકવામાં આવે છે. સીસીટીવી ફૂટેજમાં સામે આવ્યું છે કે પેંઢુરકર અન્ય પાંચ કર્મચારીઓ સાથે દાનપેટીને ત્રીજા માળે લઈ ગયા હતા અને તેમાંથી પૈસા કાઢી લીધા હતાં. આ કાવતરામાં જે જે કર્મચારીઓ સામેલ હશે તે તમામ કર્મચારીઓ (Mumbai Crime) સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. દોષિતોને હાંકી કાઢીશું.”

Whatsapp-channel Whatsapp-channel

22 March, 2026 02:09 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK