થાણેની એક દુકાનમાં શિયાળ આવી પહોંચ્યું
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય: જાગરણ)
થાણે શહેરની એક દવાની દુકાનમાં ઈજાગ્રસ્ત શિયાળ પહોંચતાં આસપાસના લોકોમાં ભય ફેલાયો હતો, પરંતુ રિજનલ ડિઝૅસ્ટર મૅનેજમેન્ટ સેલ (આરડીએમસી) દ્વારા જંગલ ખાતાને જાણ કરવામાં આવતાં તેના કર્મચારીઓ એને લઈ ગયા હતા અને સારવાર કરીને ફરી જંગલમાં છોડી દીધું હતું.
થાણેના રિજનલ ડિઝૅસ્ટર મૅનેજમેન્ટ સેલના વડા સંતોષ કદમે જણાવ્યું હતું કે ‘રસ્તો ભૂલી જતાં શહેરમાં પહોંચી ગયેલા ઘાયલ શિયાળે કોઈના પર હુમલો કર્યો નહોતો, પરંતુ અમે જંગલ ખાતાને જાણ કરતાં તેમના કર્મચારીઓ શિયાળને લઈ ગયા હતા. બપોરે લગભગ ૨.૩૦ વાગ્યાની આસપાસ શિયાળને શહેરના બજારમાં ફરતું જોઈને ભય ફેલાયો હતો, પરંતુ જંગલ ખાતાના કર્મચારીઓ તેને લઈ ગયા પછી લોકોના મનમાંથી ફફડાટ દૂર થયો હતો.’