Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > પરંપરાગત વસ્ત્રો પહેરીને દર્શન કરવા આવો

પરંપરાગત વસ્ત્રો પહેરીને દર્શન કરવા આવો

Published : 26 August, 2025 12:19 PM | Modified : 27 August, 2025 06:12 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

GSB સેવા મંડળનો ભક્તોને અનુરોધ

GSB સેવા મંડળના ગણપતિનાં પ્રથમ દર્શન ગઈ કાલે કરાવવામાં આવ્યાં હતાં

GSB સેવા મંડળના ગણપતિનાં પ્રથમ દર્શન ગઈ કાલે કરાવવામાં આવ્યાં હતાં


મુંબઈમાં ગૌડ સારસ્વત બ્રાહ્મણ (GSB) સેવા મંડળના ગણપતિબાપ્પાના આ વર્ષનાં પ્રથમ દર્શન સોમવારે કરાવવામાં આવ્યાં હતાં. આ વર્ષે આ મંડળના ગણેશોત્સવનું ૭૧મું વર્ષ છે. કિંગ્સ સર્કલ અને વડાલામાં બિરાજતા GSB સેવા મંડળના ગણપતિબાપ્પાના આ મંત્રમુગ્ધ કરે એવા સ્વરૂપનાં દર્શન પાંચ દિવસ સુધી થઈ શકશે. આ વર્ષે બાપ્પાની પાછળ મુકાતી વિવિધ ચિહ્‍‍નોવાળી ચાંદીની નવી પ્રભાવરીનું પણ અનાવરણ કરવામાં આવ્યું હતું. પંડાલમાં પ્રવેશતાં જ મંત્રોચ્ચાર, પરંપરાગત પૂજાવિધિ અને પવિત્રતાનો અનુભવ કરાવતા આ મંડળે આ વર્ષે દર્શનાર્થીઓ હિન્દુ પરંપરા અનુસારનાં ટ્રેડિશનલ કપડાં પહેરીને આવે એવો આગ્રહ રાખ્યો છે.

474+ કરોડ રૂપિયાના વીમાનું બ્રેકઅપ કઈ રીતે?



દેશના સૌથી શ્રીમંત કહેવાતા આ બાપ્પા માટે આ વર્ષે ૪૭૪.૪૬ કરોડ રૂપિયાનો વીમો લેવામાં આવ્યો છે. ગયા વર્ષે બાપ્પાનું ઇન્શ્યૉરન્સ-કવર ૪૦૦.૫૮ કરોડ રૂપિયાનું હતું. GSBના ગણપતિને ૬૯ કિલો સોનાનાં આભૂષણો અને ૩૩૬ કિલો ચાંદી તેમ જ અન્ય કીમતી વસ્તુઓ દાન-ભેટરૂપે મળી હોવાથી દર વર્ષે બાપ્પાનો કરોડો રૂપિયાનો વીમો ઉતરાવવામાં આવે છે.


વીમાની રકમમાં ૩૭૫ કરોડ રૂપિયા સ્વયંસેવકો, રસોઈયા, પૂજારીઓ, ચંપલના સ્ટૉલ સાચવનાર સેવકો અને ગાર્ડ સહિત સેવામાં ઉપસ્થિત લોકો માટે અને ૩૦ કરોડ ભક્તો, સ્ટેડિયમ, મંડપ વગેરે માટે ફાળવવામાં આવ્યા છે. સમાજના પછાત વર્ગ અને જરૂરિયાતમંદો માટે આ મંડળ કાર્યરત છે.


Whatsapp-channel Whatsapp-channel

27 August, 2025 06:12 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK