Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મિડ-ડેના ઘાટકોપર હૉટ પ્રૉપર્ટી એક્ઝિબિશનમાં યોજાઈ ચૅનલ પાર્ટનર્સ સમિટ

મિડ-ડેના ઘાટકોપર હૉટ પ્રૉપર્ટી એક્ઝિબિશનમાં યોજાઈ ચૅનલ પાર્ટનર્સ સમિટ

Published : 24 May, 2026 07:17 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આગામી દાયદાઓમાં રીડેવલપમેન્ટ ઘાટકોપરને કઈ રીતે નવી ઓળખ આપશે અને ચૅનલ પાર્ટનર્સ કઈ રીતે એમાંથી લાભ મેળવી શકે એ વિશે પણ ચર્ચા થઈ હતી.

મંથન મહેતા તેમજ બીજી તસવીરમાં (ડાબેથી) સાહિલ મહેતા, જિજ્ઞેશ ખિલાણી, જિતેન્દ્ર મહેતા, શિલ્પિન તાતેડ, વર્ષા લાલવાણી.

મંથન મહેતા તેમજ બીજી તસવીરમાં (ડાબેથી) સાહિલ મહેતા, જિજ્ઞેશ ખિલાણી, જિતેન્દ્ર મહેતા, શિલ્પિન તાતેડ, વર્ષા લાલવાણી.


મિડ-ડે ઘાટકોપર હૉટ પ્રૉપર્ટી એક્ઝિબિશન દરમ્યાન પહેલી જ વખત ‘મિડ-ડે રિયલ એસ્ટેટ ચૅનલ પાર્ટનર્સ સમિટ’નું આયોજન થયું હતું જેમાં ઘાટકોપરના ટોચના ડેવલપરો અને રિયલ એસ્ટેટ અસોસિએટ્સ વચ્ચે પૅનલ-ડિસ્કશન થયું હતું. 

JVM સ્પેસિસના જિતેન્દ્ર મહેતા, અલગ ગ્રુપના જિજ્ઞેશ ખિલાણી, સુપર્બ રિયલ્ટીના શિલ્પિન તાતેડ, વર્ધમાન ગ્રુપના સાહિલ મહેતા અને એમ્પાયર મૈત્રી ફ્લોરા કન્સ્ટ્રક્શન્સ LLPનાં વર્ષા લાલવાણી જેવા અગ્રણીઓ આ પૅનલનો ભાગ રહ્યાં હતાં, જેમાં ભવિષ્યના ઘાટકોપર તેમ જ સેન્ટ્રલ સબર્બ્સના વિકાસ વિશે ચર્ચા થઈ હતી. 



આ સેશનમાં મુખ્યત્વે રીડેવલપેમન્ટની તકો, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ગ્રોથ અને એમાં પૉલિસી-મેકર્સ અને સામાન્ય લોકોની ભૂમિકા વિશે ચર્ચા થઈ હતી. આ ઉપરાંત ડેવલપર્સ અને ચૅનલ પાર્ટનર્સ એકસાથે કઈ રીતે ઘાટકોપરના સર્વાંગી વિકાસ માટે કામ કરી શકે અને પોતાનું યોગદાન આપી શકે એ વિશે પણ વાતચીત થઈ હતી. ઘાટકોપરને રિયલ એસ્ટેટ ડેસ્ટિનેશન તરીકે વિકસાવવાના મુદ્દા પર આ સેશનમાં ભાર મૂકવામાં આવ્યો હતો. 


આજની માર્કેટમાં રિયલ એસ્ટેટ બ્રોકર્સ અને ચૅનલ પાર્ટનરની ભૂમિકાના વિકાસ બાબતની ચર્ચા ડિસ્કશનનો મહત્ત્વનો ભાગ રહી હતી. પૅનલનું દૃઢપણે માનવું હતું કે ચૅનલ પાર્ટનર્સને ફક્ત બ્રોકર ગણવાને બદલે તેમને રિયલ એસ્ટેટના બ્રૅન્ડ-ઍમ્બૅસૅડર્સ તરીકે જોવા જોઈએ જે બાયર્સ એટલે કે ખરીદદારોનો વિશ્વાસ બાંધવામાં, માર્કેટ-પર્સેપ્શનમાં અને લૉન્ગ ટર્મ ગ્રોથ માટે મહત્ત્વનો ભાગ ભજવે છે. 

આગામી દાયદાઓમાં રીડેવલપમેન્ટ ઘાટકોપરને કઈ રીતે નવી ઓળખ આપશે અને ચૅનલ પાર્ટનર્સ કઈ રીતે એમાંથી લાભ મેળવી શકે એ વિશે પણ ચર્ચા થઈ હતી. ચૅનલ પાર્ટનર્સ ફક્ત આર્થિક લેવડદેવડમાં ભાગ ભજવવાને બદલે ઍડ્વાઇઝર અને કન્સલ્ટન્ટની ભૂમિકા ભજવી શકે એ વાત પર પણ પ્રકાશ પાડવામાં આવ્યો હતો.


પૅનલ ડિસ્કશનનું સંચાલન મંથન મહેતા દ્વારા કરવામાં આવ્યું હતું જેમણે ડેવલપર્સ, સ્થાનિક લોકો, રાજકારણીઓ અને ચૅનલ પાર્ટનર્સ કઈ રીતે એકસાથે આવીને ઘાટકોપરના રિયલ એસ્ટેટનું ભાવિ ઘડી શકે એ દિશામાં ચર્ચા કરી હતી.

Whatsapp-channel Whatsapp-channel

24 May, 2026 07:17 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK