વિસર્જન બાદ મૂર્તિઓને જળાશયોમાંથી બહાર કાઢવામાં આવી હતી. સાથે જ ૫૦૮ ટન નિર્માલ્યનો પણ નિકાલ કરવામાં આવ્યો હતો.
તસવીર : અતુલ કાંબળે
ગણેશોત્સવમાં મૂર્તિનું વિસર્જન કરાયા બાદ મૂર્તિ પર ચડાવાયેલાં ફૂલ-હાર વગેરેનું નિર્માલ્ય જળાશયોમાંથી કાઢવા માટે ખાસ અભિયાન હાથ ધરવામાં આવે છે. આ વર્ષે મુંબઈનાં કૃત્રિમ અને કુદરતી જળાશયોમાંથી વિસર્જન બાદ ૫૦૮ ટન નિર્માલ્ય કાઢવામાં આવ્યું છે.
ગણેશોત્સવમાં કુલ ૧,૯૭,૧૧૪ મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. એમાં ૧,૮૧,૩૭૫ ઘરના ગણપતિની મૂર્તિઓ, ૧૦,૧૪૮ સાર્વજનિક મંડળોની મૂર્તિ અને ૫૫૯૧ ગૌરી તથા હરતાલિકાની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. એમાંથી ૬૦,૪૩૪ મૂર્તિઓ દોઢ દિવસ બાદ, ૪૦,૨૩૦ મૂર્તિઓ પાંચમા દિવસે, ૫૯,૭૦૪ મૂર્તિઓ સાતમા દિવસે અને ૩૬,૭૪૬ મૂર્તિઓનું છેલ્લા દિવસે વિસર્જન કરવામાં આવ્યું હતું. વિસર્જન બાદ મૂર્તિઓને જળાશયોમાંથી બહાર કાઢવામાં આવી હતી. સાથે જ ૫૦૮ ટન નિર્માલ્યનો પણ નિકાલ કરવામાં આવ્યો હતો.


