Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > સ્ટેશન પર ગંદકી કરનારાઓની સંખ્યા ૧૩ ગણી વધી, વિરાર સ્ટેશનથી સૌથી વધુ દંડ મળ્યો

સ્ટેશન પર ગંદકી કરનારાઓની સંખ્યા ૧૩ ગણી વધી, વિરાર સ્ટેશનથી સૌથી વધુ દંડ મળ્યો

Published : 05 May, 2026 12:42 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

એપ્રિલમાં દંડપેટે ૫.૩૭ લાખ રૂપિયા વસૂલાયા

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

પ્રતીકાત્મક ફાઇલ તસવીર


વેસ્ટર્ન રેલવેનાં સ્ટેશનો પર ગંદકી કરનારા અને થૂંકનારા પ્રવાસીઓ વિરુદ્ધ પ્રશાસને કડક ઝુંબેશ હાથ ધરી છે. ગંદકી કરવા બદલ વસૂલાતી દંડની રકમમાં એપ્રિલમાં ૧૩ ગણો વધારો જોવા મળ્યો છે. વેસ્ટર્ન રેલવેએ એપ્રિલમાં ૨૬૫૭ મુસાફરો સામે કાર્યવાહી કરીને ૫.૩૭ લાખ રૂપિયા દંડ વસૂલ્યો છે જે ગયા વર્ષના એપ્રિલમાં વસૂલાયેલા ૪૨,૦૫૦ રૂપિયાની સરખામણીમાં ૧૧૭૯ ટકા વધુ છે.

મુંબઈ ડિવિઝનમાં સુરત સ્ટેશન ૩૫૮ કેસ સાથે મોખરે રહ્યું છે જ્યાંથી ૭૪,૬૦૦ રૂપિયાની વસૂલી થઈ છે. જોકે દંડની રકમની દૃષ્ટિએ વિરાર સ્ટેશન સૌથી મોંઘું સાબિત થયું છે જ્યાં ૨૯૫ કેસમાં સૌથી વધુ ૯૬,૩૯૦ રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો છે. એ સિવાય બોરીવલી, અંધેરી, દાદર, ચર્ચગેટ અને બાંદરા ટર્મિનસ જેવાં ભીડભાડવાળાં સ્ટેશનો ગંદકીના હૉટસ્પૉટ તરીકે ઊભરી આવ્યાં છે. ગંદકી ફેલાવવા બદલ ૫૦૦ રૂપિયાના દંડની જોગવાઈ હોવા છતાં પ્રવાસીઓમાં જાગૃતિનો અભાવ દેખાતાં હવે રેલવે પ્રશાસને CCTV અને કડક મૉનિટરિંગ દ્વારા દેખરેખ વધારી છે.


Whatsapp-channel Whatsapp-channel

05 May, 2026 12:42 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK