Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મુંબઈમાં સાઇબર ક્રાઇમના કેસમાં ૬૩ ટકાનો વધારો

મુંબઈમાં સાઇબર ક્રાઇમના કેસમાં ૬૩ ટકાનો વધારો

19 January, 2023 09:43 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૨૦૨૨માં સાઇબર ક્રાઇમના કેસ ૨૦૧૯ના કોરોનાકાળ અગાઉ નોંધાયેલા ૨,૨૨૫ કેસની તુલનામાં ૧૧૨ ટકા વધ્યા હતા

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


નોકરી, ગિફ્ટ વગેરે અપાવવાના બહાને તથા લાઇટ બિલની ચુકવણી વગેરેનાં બહાનાં હેઠળનાં ઑનલાઇન ફ્રૉડ્સ સહિતના સાઇબર અપરાધોની રજિસ્ટ્રેશન સંખ્યા ૨૦૨૧માં ૨,૮૮૩ થઈ હતી એ ૨૦૨૨માં ૬૩.૭ ટકા વધીને ૪,૭૧૮ થઈ હોવાનું મુંબઈ ક્રાઇમ રિપોર્ટના આધારે માલૂમ પડ્યું હતું. જોકે કેસનો ડિટેક્શન રેટ ઘણો નબળો રહ્યો છે.

૨૦૨૨માં સાઇબર ક્રાઇમના કેસ ૨૦૧૯ના કોરોનાકાળ અગાઉ નોંધાયેલા ૨,૨૨૫ કેસની તુલનામાં ૧૧૨ ટકા વધ્યા હતા. રિપોર્ટ અનુસાર ૨૦૧૯-૨૦૨૨ના ગાળા દરિમયાન નોંધાયેલા ૧૨,૨૬૧માંથી ૧,૨૯૨કેસ ઉકેલાયા હતા.



કોરોનાકાળ પછી પાર્ટ-ટાઇમ જૉબ ફ્રૉડ, ક્રિપ્ટોકરન્સી ઇન્વેસ્ટમેન્ટના નામે છેતરપિંડી, ઇન્શ્યૉરન્સ ફ્રૉડ, સેક્સ્ટોર્શન અને ઇલેક્ટ્રિસિટી બિલ ફ્રૉડ જેવા અપરાધો વધ્યા છે એમ ગઈ કાલે પ્રસિદ્ધ થયેલા રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું.


૨૦૨૨માં કસ્ટમ્સ, ગિફ્ટ, ખરીદી, જૉબ, ઇન્શ્યૉરન્સને લગતા ફ્રૉડના ૨,૧૭૦ કેસ નોંધાયા હતા. એમાંથી ૯૨ કેસ ઉકેલાયા હતા. ૨૦૨૧માં આવા ૧,૧૫૪ કેસ નોંધાયા હતા તથા ૧૪૦ સૉલ્વ થયા હતા.
અન્ય સાઇબર અપરાધોમાં મેઇલના સ્પૂફિંગ અથવા ફિશિંગ, ઇલેક્ટ્રિસિટી બિલ ફ્રૉડ, હૅકિંગ, પૉર્નોગ્રાફી, ડેટા ચોરી, સેક્સ્ટોર્શન, કોમવાદી પોસ્ટ્સ વગેરેનો સમાવેશ થાય છે.


Whatsapp-channel Whatsapp-channel

19 January, 2023 09:43 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK