Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > સાઇબર પોલીસે અનેક લોકોને ઑનલાઇન છેતરનાર ટોળકીનો કર્યો પર્દાફાશ

સાઇબર પોલીસે અનેક લોકોને ઑનલાઇન છેતરનાર ટોળકીનો કર્યો પર્દાફાશ

03 January, 2023 03:17 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ફરિયાદીએ ૧૭.૮૨ લાખ રૂપિયા ગુમાવ્યા હતા

પ્રતીકાત્મક તસવીર

Cyber Crime

પ્રતીકાત્મક તસવીર


મુંબઈની સાઇબર પોલીસ નૉર્થ ​રીજનના અધિકારીઓ અનેક લોકોને લાખો રૂપિયામાં છેતરનાર ટોળકીના સભ્યોને રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ જઈને પકડી લાવ્યા છે. આ સંદર્ભે એક કેસ ઑગસ્ટમાં નોંધાયો હતો, જેમાં ફરિયાદીએ ૧૭.૮૨ લાખ રૂપિયા ગુમાવ્યા હતા એની તપાસમાં આ રૅકેટનો પર્દાફાશ થયો હતો.

ઑનલાઇન ખરીદ-વેચાણ માટેની સાઇટ પર આ કેસના ફરિયાદીએ તેનું જૂનું ફર્નિચર વેચવા કાઢ્યું હતું અને એના ફોટો પણ પોસ્ટ કર્યા હતા. એના જવાબમાં આ ટોળકીના સભ્યોએ તેનો કૉન્ટૅક્ટ કરી એ ફર્નિચર ખરીદવા રસ દાખવ્યો હતો અને પેમેન્ટ કરવા તેને બૅન્ક ડીટેલ્સ પૂછી હતી અને ક્યુઆર કોડ પણ મગાવ્યો હતો. એ પછી આરોપીએ તેને ૯૦૦૦ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. જોકે એ પછી તેમણે ફોન કરીને ફરિયાદીને કહ્યું કે એ પૈસા પાછા મોકલાવે, બીજાં બે અકાઉન્ટમાંથી તેઓ પૈસા ફરી ટ્રાન્સફર કરશે. એથી ફરિયાદીએ તેમના પર ​વિશ્વાસ મૂકી એ પાછા મોકલાવ્યા હતા અને આ પ્રોસસમાં આરોપીઓએ તેના બૅન્ક અકાઉન્ટનું ઍક્સેસ મેળવી તેના અકાઉન્ટમાંથી ૧૭.૮૨ લાખ સેરવી લીધા હતા. એથી ફરિયાદીએ ત્યાર બાદ ફરિયાદ નોંધાવી હતી. 
સાઇબર પોલીસ આ કેસની ઝીણવટભરી તપાસ કરી રાજસ્થાનથી ૩ આરોપી અને ઉત્તર પ્રદેશથી એક આરોપીને પકડી લાવી હતી. વધુ તપાસ કરતાં જણાઈ આવ્યું કે આ આરોપીઓ રીઢા ગુનેગાર છે અને તેમની સામે અત્યાર સુધીમાં કુલ ૫૭૭ કેસ નોંધાયા છે, જેમાંથી ૨૬૯ કેસ તો માત્ર મહારાષ્ટ્રમાં જ અને ૧૦ કેસ મુંબઈમાં નોંધાયા છે. આ ટોળકી પાસેથી કુલ બે લાખ રૂપિયાની કૅશ, ૯ મોબાઇલ, વિવિધ બૅન્કોનાં ૩૨ એટીએમ કાર્ડ મળી આવ્યાં હતાં. લોકોને છેતરવા તેમણે ૮૩૫ મોબાઇલ-નંબર, ૩૮ આઇએમઆઇ-નંબરનો ઉપયોગ કર્યો હોવાનું તપાસમાં જણાઈ આવ્યું હતું.


Whatsapp-channel Whatsapp-channel

03 January, 2023 03:17 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK