Coronavirus Scare: મુંબઇમાં કોરોનાનાં નવા 59 કેસ નોંધાયા, રાજ્યમાં 302
એક જ દિવસમાં કેસિઝની સંખ્યા વધી હોય તેવું આજે પહેલીવાર થયું છે અને રાજ્યમાં કોરોનાવાઇરસનાં કેસિઝનો આંકડો ઉછળ્યો છે.મહારાષ્ટ્રમાં મંગળવારે કોરોનાવાઇરસનાં નવા કેસિઝનો આંકડો 72 થયો જેમાંથી મુંબઇમાં જ 59 કેસિઝ નોંધાયા હતા. આમ Covid-19નાં કેસીઝનો આંકડો રાજ્યમાં 302 પહોંચ્યો છે, તેમ સ્વાસ્થ્ય અધિકારીએ જણાવ્યું હતું. દેશમાં એક જ દિવસમાં કેસિઝની સંખ્યા આટલી બધી વધી હોય તેવું પહેલીવાર થયું છે.મુંબઇમાં કેસિઝની સંખ્યા વધવા ઉપરાંત અહેમદનગરમાં ત્રણ કેસિઝ તથા પુના, થાણે, વસાઇ, વિરાર અને કલ્યાણ ડોબિવલીમાં એક એક કેસ જોવા મળ્યો હતો.