પ્લાનિંગ કમિટી દ્વારા રાજ્યનાં ભીમાશંકર, નાગેશ્વર, ઘૃષ્ણેશ્વર, વૈજનાથ અને ત્ર્યંબકેશ્વર એમ પાંચ જ્યોતિર્લિંગના મંદિર પરિસરનો વિકાસ કરવાની યોજના છે
પ્રતીકાત્મક તસવીર
રાજ્યમાં આવેલાં પાંચ જ્યોતિર્લિંગના વિકાસની યોજનાને વેગ આપવા માટે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે પાંચ ઇન્ડિયન ઍડ્મિનિસ્ટ્રેટિવ સર્વિસ (IAS) અધિકારીની નિમણૂક કરી છે. શ્રાવણ મહિનામાં મુખ્ય પ્રધાનની આ જાહેરાતને લીધે શિવભક્તોએ આનંદ વ્યક્ત કર્યો હતો.
કુલ ૧૨માંથી પાંચ જ્યોતિર્લિંગ મહારાષ્ટ્રમાં આવેલાં છે. પ્લાનિંગ કમિટી દ્વારા રાજ્યનાં ભીમાશંકર, નાગેશ્વર, ઘૃષ્ણેશ્વર, વૈજનાથ અને ત્ર્યંબકેશ્વર એમ પાંચ જ્યોતિર્લિંગના મંદિર પરિસરનો વિકાસ કરવાની યોજના છે. આ યોજના પર ઝડપી અમલ થાય એ માટે દેવેન્દ્ર ફડણવીસે મુંબઈ મંત્રાલયમાં ફરજ બજાવતા વરિષ્ઠ IAS અધિકારીઓને આ કામ સોંપ્યું છે.


