Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર

App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ૧૫૫ કરોડ રૂપિયાના ખર્ચે રાજ્યનાં તમામ પોલીસ-સ્ટેશનોમાં સીસીટીવી કૅમેરા મુકાશે

૧૫૫ કરોડ રૂપિયાના ખર્ચે રાજ્યનાં તમામ પોલીસ-સ્ટેશનોમાં સીસીટીવી કૅમેરા મુકાશે

Published : 16 July, 2023 01:10 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સુપ્રીમ કોર્ટે વર્ષો પહેલાં રાજ્ય સરકારને આ સંબંધે આદેશ આપ્યો હતો એટલે હવે સરકારે આટલી રકમ મંજૂર કરી 

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય : આઇસ્ટૉક)

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય : આઇસ્ટૉક)


સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર મહારાષ્ટ્રનાં તમામ ૧૦૮૯ પોલીસ-સ્ટેશનોમાં ત્રીજા તબક્કામાં મૉનિટરિંગ પર આધારિત હાઇ-ટેક સીસીટીવી કૅમેરા બેસાડવામાં આવશે. આધુનિક ટેક્નૉલૉજીથી સજ્જ આ સીસીટીવી કૅમેરામાં ઑડિયો-વિડિયો રેકૉર્ડિંગની ક્ષમતા હશે. આ સાધનસામગ્રી હેતુ વિસ્તૃત પ્રોજેક્ટ રિપોર્ટ (ડીપીઆર) તૈયાર કરવા માટે અંદાજે ૧૫૫ કરોડ ૮૩ લાખ ૩૩ હજાર ૨૮૬ રૂપિયાના ખર્ચને (કૉપી ‘મિડ-ડે’ પાસે) રાજ્ય સરકારે ૧૩ જુલાઈએ પ્રશાસકીય મંજૂરી આપી છે, જેથી હવે રાજ્યનાં તમામ પોલીસ-સ્ટેશનનો દરેક ભાગ હાઇ-ટેક સીસીટીવી કૅમેરાની દેખરેખ હેઠળ આવશે.


બૉમ્બેની હાઈ કોર્ટે રાજ્યનાં તમામ પોલીસ-સ્ટેશનના દરેક કૉરિડોર, રૂમ અને લૉકઅપમાં સીસીટીવી કૅમેરા બેસાડવાનો આદેશ આપ્યો હતો. એ ઉપરાંત સુપ્રીમ કોર્ટે સંવેદનશીલ પોલીસ-સ્ટેશનોમાં સીસીટીવી કૅમેરા બેસાડવાનો નિર્દેશ પણ આપ્યો હતો. એ પછી, મુંબઈ પોલીસ કમિશનરેટ હેઠળનાં ૨૫ પોલીસ-સ્ટેશનોમાં પ્રાયોગિક ધોરણે ૨૦૧૫માં સીસીટીવી કૅમેરા બેસાડવામાં આવ્યા હતા.



બીજા તબક્કામાં હાઈ કોર્ટના આદેશથી ૨૦૧૯માં આશરે ૧૧૦ કરોડ રૂપિયાના ખર્ચે રાજ્યનાં કુલ ૧૦૮૯ પોલીસ-સ્ટેશનોમાંથી ૧૦૮૨માં સીસીટીવી કૅમેરા બેસાડવામાં આવ્યા હતા. એ વખતે રિનોવેશન કે સ્થળાંતરને કારણે ૭ પોલીસ-સ્ટેશનમાં સીસીટીવી કૅમેરા બેસાડી શકાયા નથી. આ પછી પરમવીર સિંહ સૈની વિરુદ્ધ બલજિત સિંહ અને અન્યની વિશેષ અનુમતિ યાચિકામાં સુપ્રીમ કોર્ટે ૨૦૨૦માં દેશનાં તમામ રાજ્યોનાં તમામ પોલીસ-સ્ટેશનોના પ્રત્યેક સેલમાં માનવ અધિકારના સંરક્ષણ હેતુ માટે ઑડિયો રેકૉર્ડિંગ અને ૧૨ મહિના સુધી સ્ટોરેજ ક્ષમતા સાથે સીસીટીવી કૅમેરા બેસાડવાનો આદેશ આપ્યો હતો, જેમાં પોલીસ-સ્ટેશનમાં પ્રવેશ અને બહાર નીકળવાથી લઈને પોલીસ-ઇન્સ્પેક્ટર, સબ-ઇન્સ્પેક્ટર, રાઇટર-રૂમ, જેલ, આરોપીની પૂછપરછ અને સામાન્ય વાતચીત સુધીનાં તમામ સ્થળોનો સમાવેશ કરવામાં આવ્યો હતો.


સુપ્રીમ કોર્ટના આ આદેશની નોંધ લેતાં રાજ્ય સરકારે તમામ પોલીસ-સ્ટેશનોમાં ત્રીજા તબક્કામાં મહારાષ્ટ્ર રાજ્યનાં પોલીસ-સ્ટેશનો માટે સીસીટીવી આધારિત મૉનિટરિંગ સિસ્ટમનું પ્રોજેક્ટ અપસ્કેલિંગ માટે ૧૩ જુલાઈએ વિગતવાર પ્રોજેક્ટ રિપોર્ટ માટે અનુમાનિત ૧૫૫ કરોડ ૮૩ લાખ ૩૩ હજાર ૨૮૬ રૂપિયાના ખર્ચને પ્રશાસકીય મંજૂરી આપવામાં આવી છે.

સીસીટીવી વિશે સતત ફરિયાદ કરનાર આરટીઆઇ ઍક્ટિવિસ્ટ ક્રિષ્ના ગુપ્તાએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘સુપ્રીમ કોર્ટ દ્વારા ડિસેમ્બર ૨૦૨૦માં પોલીસ-સ્ટેશનોની બધી કૅબિનમાં સીસીટીવી કૅમેરા (ઑડિયો+વિડિયો સહિત) લગાડવાનો આદેશ આપ્યો હતો છતાં હજી સુધી મોટા ભાગનાં પોલીસ સ્ટેશનોએ પીએસઆઇ અને એપીઆઇની કૅબિનો, ડિટેક્શન-રૂમ, ક્રાઇમ બ્રાન્ચ, ઈઓડબ્લ્યુ વગેરેમાં સીસીટીવી કૅમેરા બેસાડ્યા નથી. હું છેલ્લા એક વર્ષથી રાજ્ય સરકાર અને ડીજી ઑફિસમાં ફરિયાદ કરી રહ્યો હતો. મને જવાબ મળ્યા છે અને હવે ૧૩ જુલાઈએ રાજ્ય સરકારે સીસીટીવી કૅમેરા માટે ૧૫૫ કરોડ રૂપિયાનું વધારાનું ફન્ડ જાહેર કર્યું છે, જે પ્રશંસનીય છે. આશા છે કે સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ ટૂંક સમયમાં તમામ પોલીસ-સ્ટેશનની તમામ કૅબિનોમાં સીસીટીવી કૅમેરા (ઑડિયો+વિડિયો સાથે) લગાડવામાં આવશે.’ 


Whatsapp-channel Whatsapp-channel

16 July, 2023 01:10 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK