Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > કોસ્ટલ રોડના પેડેસ્ટ્રિયન અન્ડરપાસમાં શેડ માટે ૧૯ કરોડનો ખર્ચ, પણ...

કોસ્ટલ રોડના પેડેસ્ટ્રિયન અન્ડરપાસમાં શેડ માટે ૧૯ કરોડનો ખર્ચ, પણ...

Published : 25 May, 2026 07:42 AM | Modified : 25 May, 2026 10:31 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કોસ્ટલ રોડના પેડેસ્ટ્રિયન અન્ડરપાસમાં શેડ માટે ૧૯ કરોડનો ખર્ચ, પણ... વરસાદનું પાણી ન ભરાય એ માટેના શેડનું કામ પૂરું થતાં ચોમાસું નીકળી જશે

કોસ્ટલ રોડ પર આવેલા પેડેસ્ટ્રિયન અન્ડરપાસ પર હવે શેડ બેસાડવામાં આ‍વશે.

કોસ્ટલ રોડ પર આવેલા પેડેસ્ટ્રિયન અન્ડરપાસ પર હવે શેડ બેસાડવામાં આ‍વશે.


કોસ્ટલ રોડ પર સી-ફ્રન્ટ સુધી સીધો પ્રવેશ પૂરો પાડતા પેડેસ્ટ્રિયન અન્ડરપાસિસ (PUPs) પર કૅનપી એટલે કે શેડ બેસાડવા માટે BMCની સ્ટૅન્ડિંગ કમિટીએ ૧૯ કરોડ રૂપિયાનો પ્રસ્તાવ પાસ કર્યો છે. એનાથી મૉન્સૂનમાં અન્ડરપાસમાં પાણી નહીં ભરાય અને રાહદારીઓને પણ સુગમતા રહેશે. જોકે મંજૂરીમાં બે મહિનાના વિલંબ બાદ હવે શેડ નાખવામાં ૩ મહિનાનો સમય લાગવાની શક્યતાને કારણે આ ચોમાસામાં તો કોસ્ટલ રોડના પેડેસ્ટ્રિયન અન્ડરપાસમાં પાણી ભરાવાની સમસ્યા યથાવત્ રહે એવું લાગી રહ્યું છે.

માર્ચમાં સ્ટૅન્ડિંગ કમિટીએ આ પેડેસ્ટ્રિયન અન્ડરપાસિસ પર શેડ માટે વધારાના ૧૯ કરોડ રૂપિયા મંજૂર કરવાના પ્રસ્તાવને મુલતવી રાખ્યો હતો અને પ્રશ્ન ઉઠાવ્યો હતો કે આ જોગવાઈ મૂળ યોજનાનો ભાગ કેમ નહોતી.



લગભગ બે મહિના પછી શુક્રવારે ફરી એક વાર દરખાસ્ત સ્ટૅન્ડિંગ કમિટી સમક્ષ મૂકવામાં આવી હતી. ભારે વરસાદ દરમ્યાન પેડેસ્ટ્રિયન અન્ડરપાસિસનાં પ્રવેશવાનાં અને બહાર નીકળવાનાં સ્થળો પર પાણી ભરાઈ જવાને કારણે રાહદારીઓની અવરજવરમાં અવરોધ ઊભો થાય છે અને ઘણી વાર કામચલાઉ બંધ કરવાની ફરજ પડે છે એ જોતાં BMCના અધિકારીઓએ આ પ્રસ્તાવને લીલી ઝંડી આપી હતી. 


ક્યાં લાગશે શેડ?
ભુલાભાઈ દેસાઈ રોડ પર આકૃતિ પાર્કિંગ બિલ્ડિંગ ખાતે અન્ડરપાસ-નંબર ૨ અને ૪, વત્સલાબાઈ દેસાઈ ચોક (હાજી અલી જંક્શન) પર અન્ડરપાસ-નંબર ૬, વરલી ડેરીની સામે અન્ડરપાસ-નંબર ૧૧, ખાન અબ્દુલ ગફાર ખાન રોડ પર અન્ડરપાસ-નંબર ૧૨ અને વરલીમાં બિંદુ માધવ ઠાકરે ચોક ખાતે અન્ડરપાસ-નંબર ૧૪ પર શેડ લાગશે.

વરસાદ પહેલાં બાંદરાના તળાવની સાફસફાઈ


બાંદરા-વેસ્ટમાં એસ. વી. રોડની બાજુમાં જ આવેલા વર્ષો જૂના તળાવની BMC દ્વારા મૉન્સૂન પહેલાંની સાફસફાઈ ચાલી રહી છે. આખા તળાવને ખાલી કરીને એમાંનો ગાળ કાઢી લેવામાં આવ્યો છે અને એમાં થોડું ઘણું સમારકામ પણ કરવામાં આવ્યું છે. 

બાંદરાના ગરીબનગરમાંથી દિવસ-રાત કાટમાળ હટાવવામાં આવી રહ્યો છે

વેસ્ટર્ન રેલવેના બાંદરા રેલવે-સ્ટેશન પર ઈસ્ટ સાઇડ રેલવેની ૫૩૦૦ સ્ક્વેર મીટર જમીન પર ગેરકાયદે ઊભી કરી દેવાયેલી ઝૂંપડપટ્ટી ગરીબનગરના અતિક્રમણને હટાવવાની કામગીરી મંગળવારથી ચાલી રહી હતી. શનિવારે ૧૦૦ ટકા ગેરકાયદે સ્ટ્રક્ચર્સ તોડી પડાયાં હતાં અને હવે સેંકડો ટન કાટમાળ ત્યાં પડ્યો છે જે દિવસ-રાત સતત ટ્રકોમાં ભરીને ધીમે-ધીમે હટાવવામાં આવી રહ્યો છે. ગઈ કાલે પણ એ કાર્યવાહી ચાલી રહી હતી. તસવીર : શાદાબ ખાન 

Whatsapp-channel Whatsapp-channel

25 May, 2026 10:31 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK