Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > આ ગુજરાતી ગર્લ પર ગર્વ કરો: મુલુંડની પર્વતારોહક સાનિકા શાહે ડબલ ડ્રીમ સાકાર કરીને રચ્યો ઇતિહાસ

આ ગુજરાતી ગર્લ પર ગર્વ કરો: મુલુંડની પર્વતારોહક સાનિકા શાહે ડબલ ડ્રીમ સાકાર કરીને રચ્યો ઇતિહાસ

Published : 22 May, 2026 07:11 AM | IST | Mumbai
Varsha Chitaliya | varsha.chitaliya@mid-day.com

માઇનસ ૧૫ ડિગ્રી તાપમાનમાં એવરેસ્ટ બેઝ કૅમ્પ પર પરંપરાગત વેશભૂષામાં ભરતનાટ્યમ રજૂ કરીને શ્રદ્ધા, સંસ્કૃતિ, સમર્પણ અને સાહસની અનોખી મિસાલ કાયમ કરનારી સાનિકા ૨૦ મેએ એવરેસ્ટ પર પહોંચી ગઈ

એવરેસ્ટ બેઝ કૅમ્પ પર ભરતનાટ્યમ કરતી સાનિકા શાહ.

એવરેસ્ટ બેઝ કૅમ્પ પર ભરતનાટ્યમ કરતી સાનિકા શાહ.


મુલુંડની પર્વતારોહક સાનિકા શાહે ડબલ ડ્રીમ સાકાર કરીને રચ્યો ઇતિહાસ : માઇનસ ૧૫ ડિગ્રી તાપમાનમાં એવરેસ્ટ બેઝ કૅમ્પ પર પરંપરાગત વેશભૂષામાં ભરતનાટ્યમ રજૂ કરીને શ્રદ્ધા, સંસ્કૃતિ, સમર્પણ અને સાહસની અનોખી મિસાલ કાયમ કરનારી સાનિકા ૨૦ મેએ એવરેસ્ટ પર પહોંચી ગઈ : એકસાથે બે સ્વપ્ન સાકાર કરનાર આ યુવા પર્વતારોહકે પોતાની બાવીસમી વર્ષગાંઠ પણ પર્વત પર જ ઊજવી

મુલુંડની યુવા પર્વતારોહક અને શાસ્ત્રીય નૃત્યાંગના સાનિકા શાહે એવરેસ્ટ અભિયાન દરમ્યાન અનોખી સિદ્ધિ મેળવી છે. એવરેસ્ટ બેઝ કૅમ્પ ખાતે માઇનસ ૧૫ ડિગ્રી તાપમાનમાં સાગરમાથા દેવીની પૂજા દરમ્યાન પરંપરાગત વેશભૂષામાં ભરતનાટ્યમ રજૂ કરીને તેણે હિમાલય પ્રત્યે પોતાની શ્રદ્ધા વ્યક્ત કરી હતી. ત્યાર બાદ સાનિકાએ વિશ્વના સર્વોચ્ચ શિખર માઉન્ટ એવરેસ્ટને સફળતાપૂર્વક સર કર્યો હતો. ૨૦ મેએ નેપાલના સમય મુજબ સવારે ૧૧.૨૩ વાગ્યે તેણે શિખર પર તિરંગો લહેરાવ્યો હતો. હાલમાં તે પર્વત પરથી ઊતરી રહી છે. હવામાન સારું હશે તો પાંચ દિવસમાં તે નેપાલ આવી જશે. ૨૦૨૧માં જોયેલાં બન્ને સપનાંને પૂર્ણ કરનારી આ પર્વતારોહકે વિશ્વભરમાં ભારતનું નામ રોશન કર્યું છે. 



વાઇરલ પોસ્ટ


ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં સાનિકાએ જણાવ્યું હતું કે ‘સાગરમાથા દેવીનાં એટલે કે એવરેસ્ટનાં ચરણોમાં ભરતનાટ્યમ કરવું અને ત્યાર બાદ શિખર સુધી પહોંચવું એ મારા જીવનનું સપનું હતું. ભરતનાટ્યમ દ્વારા પ્રકૃતિને નમન કર્યું. માથું ટેકવીને ઉપરના ચડાણની આજ્ઞા લીધી. નૃત્ય અને ત્યાર બાદ માઉન્ટ એવરેસ્ટ સર કરવાની ક્ષણ મારા જીવનની સૌથી ભાવુક અને ગૌરવભરી પળ બની ગઈ. આ સફર માત્ર શિખર સુધી પહોંચવાની નહોતી; પરંતુ મારાં સપનાં, શ્રદ્ધા, સંસ્કૃતિ અને આત્મવિશ્વાસની યાત્રા હતી. દરેક પગલાએ મને શીખવ્યું છે કે સપનાં મોટાં હોય તો હિંમત પણ એટલી જ મોટી રાખવી પડે. આપ સૌના સાથ અને આશીર્વાદ બદલ દિલથી આભાર.’

નૃત્ય સાથે સાનિકાએ મૂકેલી પોસ્ટ ઝડપથી વાઇરલ થઈ ગઈ. લોકો તેના સાહસ અને આત્મવિશ્વાસની ખૂબ સરાહના કરી રહ્યા છે. આ સંદર્ભે ​‘મિડ-ડે’ સાથે વાત કરતાં સાનિકાનાં મમ્મી ઇશિતાબહેને જણાવ્યું હતું કે ‘હિમાલય પર ભરતનાટ્યમ અને શિખર સર કરીને તેણે એકસાથે ડબલ ડ્રીમ પૂરાં કર્યાં છે. એવરેસ્ટ જનારા પર્વતારોહકો માટે બેઝ કૅમ્પ પર પહોંચ્યા બાદ ખાસ પૂજાનું આયોજન કરવામાં આવે છે. નેપાલની પરંપરા અનુસાર બૌદ્ધ સાધુ (લામા) મંત્રોચ્ચાર સાથે સાગરમાથા અને પર્વતારોહણ માટે જરૂરી સાધનોની પૂજા કરાવે છે. પર્વતારોહકો પર્વત પર ચડવા માટે હિમાલયની આજ્ઞા લે છે અને ચડાણ દરમ્યાન સુરક્ષા તથા સફળતા માટે પ્રાર્થના કરે છે. આ પૂજામાં સામાન્ય રીતે નેપાલી નૃત્ય હોય છે. સાનિકાએ ભરતનાટ્યમ રજૂ કરવા માટે પહેલેથી પરવાનગી લીધી હતી. નૃત્ય માટેનો ડ્રેસ અને જ્વેલરી તે સાથે લઈ ગઈ હતી. મોબાઇલના મિરરમાં જોઈને જાતે મેકઅપ કર્યો અને ટેન્ટમાં તૈયાર થઈ. ૫૩૬૪ મીટરની ઊંચાઈએ માઇનસ ૧૫ ડિગ્રી તાપમાનમાં શ્વાસ લેવામાં મુશ્કેલી પડતી હોય ત્યાં તેણે નૃત્ય દ્વારા પોતાની કલા રજૂ કરી એ ગૌરવની ક્ષણ છે. આવું સાહસ કોઈએ કર્યું હોય એવું ધ્યાનમાં નથી. ત્રણ મિનિટના નૃત્યમાં દોઢ મિનિટ ગણપતિની સ્તુતિ અને દોઢ મિનિટ તિલ્લાના એટલે કે તામિલ શૈલીમાં નૃત્ય કર્યું હતું.’


સર્વોચ્ચ શિખર પર પહોંચી
આગળની સફર વિશે માહિતી આપતાં ઇશિતાબહેને કહ્યું હતું કે ‘એવરેસ્ટ બેઝ કૅમ્પ પહોંચ્યા બાદ પર્વતારોહકે કેટલાક દિવસ રોકાવું પડે છે. હાઈ ઍલ્ટિટ્યુડ પર સીધા ન જઈ શકાય. આ આખી સફર પિસ્તાલીસથી ૫૦ દિવસની હોય છે. સાનિકાએ પચીસમી એપ્રિલે નૃત્ય કર્યું અને ત્યાર બાદ તેની ટીમે ૧૫ દિવસ પર્વત પર રોપની મદદથી ચડ-ઊતર કરવાની ટ્રેઇનિંગ લીધી. ૬૧૦૦, ૬૪૦૦, ૭૧૦૦ મીટરની ઊંચાઈએ જુદા-જુદા ટ્રાન્ઝિટ પર ઑક્સિજન-માસ્ક પહેરીને રોટેશન કરવું પડે જેથી શરીર તાપમાનમાં ઍડ્જસ્ટ થાય અને શ્વાસ પર નિયંત્રણ આવે. ત્યાર બાદ ૮૮૪૮.૮૬ મીટર સુધીનું ચડાણ શરૂ થાય. ૨૦ મેએ નેપાલના સમય પ્રમાણે સવારે ૧૧.૨૩ વાગ્યે સાનિકા સફળતાપૂર્વક માઉન્ટ એવરેસ્ટના સર્વોચ્ચ શિખર પર પહોંચી ગઈ હતી. ૧૨ મેએ તેણે પવર્ત પર જ પોતાની બાવીસમી વર્ષગાંઠ સેલિબ્રેટ કરી હતી. તેની ઇચ્છા જન્મદિવસે જ શિખર પર પહોંચવાની હતી, પરંતુ હવામાન અને ટ્રેઇનિંગમાં સમય લાગ્યો. અત્યારે તેની ટીમ પર્વત ઊતરી રહી છે. એવરેસ્ટ બેઝ કૅમ્પ આવતાં બે દિવસ લાગશે અને હવામાન સાથ આપશે તો પાંચેક દિવસમાં નેપાલ આવી જશે.’ 

યુરોપ અને આફ્રિકાનાં શિખર 
બાળપણથી ભરતનાટ્યની તાલીમ લેનાર સાનિકાની મંત્રમુગ્ધ કરનારી પ્રસ્તુતિએ લોકોનાં દિલ જીતી લીધાં છે. તેની આ યાત્રામાં સાહસ સાથે ભારતીય શાસ્ત્રીય કલા, સમર્પણ અને આધ્યાત્મિકતાનો સુંદર સમન્વય જોવા મળ્યો હતો. રસપ્રદ વાત એ છે કે પાંચ વર્ષ પહેલાં સાનિકાએ ‘મિડ-ડે’ સાથેના એક ઇન્ટરવ્યુમાં પહેલી વાર પોતાના ડબલ ડ્રીમ વિશે જાહેરમાં વાત કરી હતી. એ પછી તેણે બાકાયદા પર્વતારોહણની તાલીમ લીધી. તે સૌથી નાની ઉંમરની અને એકમાત્ર ભારતીય મહિલા છે જેણે ગયા વર્ષે ઑક્ટોબરમાં નેપાલનો માઉન્ટ હિમલુંગ (૭૧૨૬ મીટર) સફળતાપૂર્વક સર કર્યો હતો. આ​ફ્રિકા ખંડનો ટાન્ઝાનિયામાં આવેલું સૌથી ઊંચું શિખર કિલિમાન્જારો (૫૮૯૫ મીટર) અને યુરોપ ખંડનો રશિયામાં આવેલું સૌથી ઊંચું શિખર માઉન્ટ ઍલ્બ્રસ

 

Whatsapp-channel Whatsapp-channel

22 May, 2026 07:11 AM IST | Mumbai | Varsha Chitaliya

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK