પીએમ મોદીએ હિરોશિમામાં પીસ મેમોરિયલ મ્યુઝિયમ તેમ જ હિરોશિમા પીસ મેમોરિયલ પાર્કની મુલાકાત દરમ્યાન આ બેજ ‘સાદરી’ જૅકેટ પહેર્યું હતું.
જપાનના હિરોશિમામાં ગઈ કાલે હિરોશિમા પીસ મેમોરિયલ મ્યુઝિયમની મુલાકાત લેતા વડા પ્રધાન નરેન્દ્ર મોદી. તસવીર પી.ટી.આઇ.
પર્યાવરણની કાળજી રાખવાનો મેસેજ આપવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે જપાનમાં G7ની સમિટ દરમ્યાન રીસાઇકલ મટિરિયલમાંથી તૈયાર કરવામાં આવેલું સ્લીવલેસ જૅકેટ પહેર્યું હતું.
રીસાઇકલ કરેલું ફેબ્રિક ઉપયોગમાં લેવામાં આવેલી પૉલિઇથિલીન ટેરેફલેટ બૉટલ્સ કલેક્ટ કરીને, એને ક્રશ કરીને, પીગાળીને તથા એમાં કલર ઉમેરીને એમાંથી યાર્નને સ્પિન કરીને તૈયાર કરવામાં આવ્યું છે. આ ટેક્નિકથી ઉત્પાદનના જુદા-જુદા તબક્કામાં પ્રદૂષણનું પ્રમાણ નોંધપાત્ર રીતે ઘટી જાય છે.
ADVERTISEMENT
પીએમ મોદીએ હિરોશિમામાં પીસ મેમોરિયલ મ્યુઝિયમ તેમ જ હિરોશિમા પીસ મેમોરિયલ પાર્કની મુલાકાત દરમ્યાન આ બેજ ‘સાદરી’ જૅકેટ પહેર્યું હતું. પીએમ મોદી રીસાઇકલ મટિરિયલમાંથી તૈયાર કરવામાં આવેલા જૅકેટમાં પહેલી વખત જોવા મળ્યા હોય એમ નથી. તેઓ આ પહેલાં પ્લાસ્ટિકની બૉટલ્સમાંથી રીસાઇકલ કરીને તૈયાર કરવામાં આવેલા મટિરિયલમાંથી બનાવવામાં આવેલું સ્લીવલેસ જૅકેટ પહેરીને સંસદમાં ગયા હતા.

