પીએમ મોદીનું આ સ્વાગત એટલા માટે પણ ખાસ છે કારણ કે પીએમ મોદી ભારતના પહેલા વડાપ્રધાન છે, જે આ દેશની મુલાકાતે ગયા છે
તસવીર સૌજન્ય: પીટીઆઈ
ગ્રુપ ઑફ સેવન (G7 Summit) સમિટ માટે જાપાન (Japan)ની મુલાકાત લીધા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) રવિવારે તેમના ત્રણ દેશોના પ્રવાસના બીજા તબક્કામાં પપુઆ ન્યુ ગિની પહોંચ્યા હતા. ત્યાં પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. યજમાન દેશના વડાપ્રધાન જેમ્સ મેરાપે પ્લેનમાંથી ઉતરતાની સાથે જ પીએમ મોદીના ચરણ સ્પર્શ કર્યા હતા. પીએમ મોદીનું આ સ્વાગત એટલા માટે પણ ખાસ છે કારણ કે પાપુઆ ન્યુ ગિનીમાં ક્યારેય પણ કોઈ પણ દેશના નેતાનું રાત્રે સ્વાગત કરવામાં આવતું નથી, પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આવકારવા માટે આ રિવાજ બદલવામાં આવ્યો હતો. ઉપરાંત પીએમ મોદી ભારતના પહેલા વડાપ્રધાન છે, જે આ દેશની મુલાકાતે ગયા છે.
જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વિમાન પાપુઆ ન્યુ ગિની એરપોર્ટ પર પહોંચ્યું ત્યારે ત્યાં રાતનો સમય હતો. જેમ્સ મેરાપે એરપોર્ટ પર જ પીએમ મોદીના સ્વાગત માટે તૈયાર ઊભા હતા. તેમની સાથે અન્ય ઘણા અધિકારીઓ પણ હાજર હતા. વીડિયો પ્રમાણે પીએમ મોદી અને મારાપે એકબીજાને સૌથી પહેલા ગળે લગાવ્યા હતા. આ પછી બંનેએ હાથ મિલાવ્યો.
ADVERTISEMENT
#WATCH | Prime Minister of Papua New Guinea James Marape seeks blessings of Prime Minister Narendra Modi upon latter`s arrival in Papua New Guinea. pic.twitter.com/gteYoE9QOm
— ANI (@ANI) May 21, 2023
આ દરમિયાન મરાપેએ પીએમ મોદીને પગે લાગવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે પ્રણામ કરીને પીએમ મોદીના ચરણ સ્પર્શ કર્યા. જોકે, આ દરમિયાન વડાપ્રધાન મોદી પણ થોડી પીછેહઠ કરતા જોવા મળ્યા હતા અને પછી મેરાપેની પીઠ પર થપથપાવી હતી. પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કરતા પાપુઆ ન્યુ ગિનીના વડાપ્રધાનનો આ વીડિયો વાયરલ થયો છે.
કોઈ ભારતીય વડાપ્રધાનની પાપુઆ ન્યુ ગિનીની આ પ્રથમ મુલાકાત છે. મોદી અને મારાપે સોમવારે FIPICની ત્રીજી સમિટનું આયોજન કરશે. મોદીએ અગાઉ કહ્યું હતું કે, "હું આભારી છું કે તમામ 14 પેસિફિક ટાપુ દેશો (PIC)એ આ મહત્વપૂર્ણ સમિટ (FIPIC)માં ભાગ લેવાનું આમંત્રણ સ્વીકાર્યું છે. ફિજી પ્રવાસ દરમિયાન કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો: ગાંધીજીની નિશ્રામાં મોદીએ યુક્રેન યુદ્ધ રોકવા શક્ય તમામ કોશિશનું વચન આપ્યું
FIPICની રચના 2014માં વડાપ્રધાન મોદીની ફિજીની મુલાકાત દરમિયાન કરવામાં આવી હતી. FIPIC સમિટમાં 14 દેશોના નેતાઓ ભાગ લેશે. સામાન્ય રીતે કનેક્ટિવિટી અને અન્ય સમસ્યાઓને કારણે આ બધા ભાગ્યે જ એકસાથે જોવા મળે છે. PICમાં કુક આઇલેન્ડ્સ, ફિજી, કિરીબાતી, માર્શલ આઇલેન્ડ્સ, માઇક્રોનેશિયા, નૌરુ, નિયુ, પલાઉ, પાપુઆ ન્યૂ ગિની, સમોઆ, સોલોમન આઇલેન્ડ્સ, ટોંગા, તુવાલુ અને વનુઆતુનો સમાવેશ થાય છે. મોદી મેરાપે સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે અને પાપુઆ ન્યુ ગિનીના ગવર્નર જનરલ બોબ ડેડને પણ મળશે.