આ બોટ ૧૦ દિવસ પહેલાં ગામ્બિયાની રાજધાની બંજુલથી રવાના થઈ હતી, પરંતુ મળ્યાના ત્રણ દિવસ પહેલાં જ એનું એન્જિન ખરાબ થઈ જતાં એ દરિયામાં ફસાઈ ગઈ હતી.
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
આફ્રિકન દેશ ગામ્બિયાથી પ્રવાસીઓને લઈને આવી રહેલી એક બોટ શુક્રવારે ૨૭ નવેમ્બરે સ્પેનના એલ હિએરો ટાપુથી ૭૨ કિલોમીટર દક્ષિણમાં દરિયામાં તરતી મળી આવી હતી. એમાં સવાર અંદાજે ૧૦૦થી વધારે લોકોમાંથી ૧૪ લોકોનાં મોત થયાં હતા, જ્યારે ૯૦ લોકોને બચાવી લેવાયા હતા. આ બોટ ૧૦ દિવસ પહેલાં ગામ્બિયાની રાજધાની બંજુલથી રવાના થઈ હતી, પરંતુ મળ્યાના ત્રણ દિવસ પહેલાં જ એનું એન્જિન ખરાબ થઈ જતાં એ દરિયામાં ફસાઈ ગઈ હતી.
